ઋણ અદા:શહિદ જવાનોના પરિવાર કલ્યાણ માટે સહાયમાં સુરત જિલ્લો રાજ્યમાં મોખરે

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લાએ વર્ષ 2021-22માં 70.55 લાખનું ભંડોળ એકત્ર કર્યુ

મા ભોમની રક્ષા માટે દિવસ-રાત ખડે પગે રહી દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર અને સુરક્ષિત રીતે પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે હેતુસર ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ નિમિતે દર વર્ષે સમગ્ર રાજ્યમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો એકત્રિત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2021-22 દરમિયાન સુરત જિલ્લાને રૂ.55લાખનો ફાળો એકત્ર કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. તેની સામે સુરત જિલ્લાએ રૂ.70.55 લાખનું ભંડોળ એકત્રિત કરી સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ફાળો આપનાર જિલ્લા તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને શહિદ જવાનોના પ્રત્યે લાગણી દર્શાવવામાં મોખરે રહ્યો છે.

જેમાં સૌથી વધુ સુરત મહાનગરપાલિકાએ રૂ.11.59 લાખનો ફાળો એકત્રિત કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જેથી રાજ્યના સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ નિયામક, અમદાવાદ દ્વારા સુરત મહાનગરપાલિકાને પ્રશંસાપત્ર અને ટ્રોફી આપી બહુમાન કરાયું હતું. તેમજ તા. 31 મે 2022 ના રોજ રાજ્ય સૈનિક બોર્ડ, અમદાવાદ વતી મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દિપકકુમાર તિવારી દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીના પી. એ. ઝવેરભાઈ પટેલને પ્રશંસાપત્ર સાથે ટ્રોફી આપવામાં આવી હતી. નોંધનીય છે કે, દર વર્ષે શહીદ સૈનિકોના પરિવારજનો, પૂર્વ સૈનિકોને કલ્યાણકારી લાભો માટે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં સરકારી, અર્ધસરકારી કચેરીઓ, શાળા/કોલેજો તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા યોગદાન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...