તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહવાન:સુરત જિલ્લા ભાજપની સોશિયલ મીડીયા અને IT સેલની કાર્યશાળા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા ભાજપ નમો એપ અને સોશિયલ મીડીયા અંગેની જિલ્લા સ્તરીય કાર્યશાળા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરત એ.પી.એમ.સી. ખાતે યોજાઈ હતી. જેમાં સુરત જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, મહામંત્રી યોગેશભાઈ પટેલ, દિપકભાઈ વસાવા, જિલ્લા પ્રભારી ભરતભાઈ રાઠોડ, ધારાસભ્યો અને સોશિયલ મીડીયા અને આઈ.ટી.સેલ.ના ઇન્ચાર્જ સંકેતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા પ્રમુખ સંદીપભાઈ દેસાઈએ જિલ્લાના 1270 બુથ છે. તેમાં બુથ દીઠ 71 નમો એપનુ કામ કરવાનું આહવાન કર્યુ હતુ.

છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે. તેને સોશીયલ મીડીયા દ્વારા માહિતગાર કરવાના છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે સોશિયલ મીડીયાનો ઉપયોગ પોતાના માટે પાર્ટી માટે અને લોકોને ઉપયોગી થવા અને એકટીવ રહીને આગામી ચૂંટણી જંગ જીતવાનું આહવાન કર્યું હતું. આ સાથે નમો એપ ડાઉનલોડ કરી, કેન્દ્ર સરકારની લોકને ઉપયોગમાં આવે તેથી તમામ યોજનાની માહિતી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા સહાય યોજના કિસાન યોજના, જન ધન યોજનામાં અમૃતમ આયુષ્યમાન કાર્ડ, સુકન્યા યોજના, ગરીબ કલ્યાણ યોજના, વગેરે બીજી તમામ યોજનાની માહિતી છે. જેમાં જાતે લોકોને તમારી કામગીરી જણાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...