તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની કડક કાર્યવાહી:પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સુરત જિલ્લા ભાજપના 12 અગ્રણી 3 વર્ષ માટે સસ્પેન્ડ

બારડોલી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આગેવાનો અન્ય પક્ષમાં જોડાયા હતા કે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

સુરત જિલ્લામાં હાલ ચાલી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ભાજપ પક્ષના આદેશ વિરુદ્ધ જય અન્ય પક્ષમાં જોડાનારા કે અપક્ષ ઉમેદવારી કરનારા તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 12 લોકોને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખે ભાજપા માથી આગામી 3 વર્ષ માટે પક્ષની તમામ જવાબદારી માથી મુક્ત કરી સસ્પેન્ડ કર્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ટિકિટ વાંછુક ભાજપના ઉમેદવારોને ટિકિટ ન મળતા કેટલાકે પક્ષ પલટો કરી પક્ષને નુકશાન પહોંચાડવાનું કૃત્ય કર્યું છે. તો અમુક સભ્યોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપ વિરોધી કૃત્ય કર્યું છે આવા લોકો સામે જિલ્લા ભાજપ સંગઠને લાલ આંખ કરી પક્ષ માથી 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

માંડવીના 2 આગેવાન સસ્પેન્ડ
માંડવીના મનીષભાઈ શાહને અગાઉના વર્ષોમાં પાલિકા ઉપપ્રમુખ તથા સંગઠનના ઉપપ્રમુખ ઉપરાંત નાગરિક બેંકમાં પણ ભાજપ સમર્થિત પેનલમાં સમાવેશ કરાયા હતા ઉપરાંત જયશ્રીબહેન ચૌધરીને પણ નગરપાલિકામાં પ્રમુખ તરીકેના મોભાદાર હોદ્દો આપવામાં આવ્યો હતો તથા જિલ્લા સંગઠનના પણ કારોબારી સભ્ય તરીકે સમાવાયા પછી પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા બંને વ્યક્તિઓને ભાજપના તમામ સભ્ય પદેથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા 12 સભ્યોની યાદી
દિનેશભાઇ રતનભાઈ પટેલ બારડોલી
દીપકભાઈ કાલીદાસ સોલંકી બારડોલી
નરેન્દ્રભાઈ દેવદતભાઈ પટેલ મહુવા
ગીતાબેન નરેન્દ્રભાઈ પટેલ મહુવા
યોગેશકુમાર ગુણવંતભાઈ પટેલ પલસાણા
રાજેશ સુમનભાઈ કાયસ્થ બારડોલી નગર
સંજયકુમાર મીથીલેશ શર્મા કડોદરા નગર
અફજલ અલી પટેલ તરસાડી નગર
અજયસિંહ માધુસિંહ ચૌહાણ તરસાડી નગર
સન્મુખભાઇ ઢીમ્મર ઓલપાડ
મનીષભાઇ પીયુષભાઇ શાહ માંડવી નગર
જયશ્રીબેન રાજુભાઇ ચૌધરી માંડવી નગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો