તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘસવારી:મેઘાનું હેત વરસતા સુરત અને તાપી જિલ્લો તરબોળ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારથી છવાયેલો વરસાદી માહોલ શુક્રવારે પણ યથાવત રહેલા ખેડૂતો આનંદ વિભોર થયા
  • બારડોલીમાં 4 અને પલસાણામાં 3 ઇંચ

સુરત જિલ્લામાં ગુરુવારે મોડીરાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં બારડોલી, ચોર્યાસી, માંડવી ઓલપાડ તેમજ પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બારડોલી તાલુકામાં મોડી રાત્રે વિજળીના કડાકા સાથે 4 ઇંચ જેટલો ખાબક્યો હતો. જ્યારે ચોર્યાસીમાં 85 એમ.એમ, માંડવીમાં 91 એમ.એમ, તો પલસાણામાં 74 એમએમ વરસાદ નોંધાયો હતો. સારા વરસાદ બાદ ખેડૂતો ચોમાસુ ડાંગરની રોપણી માટે તૈયારી આરંભી છે.

જે બાદ શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં બારડોલી, ચોર્યાસી, માંડવી ઓલપાડ એમ 4 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી છે તો જિલ્લાના નદી નાળા કોતરોમાં પણ નવા નીર આવવાની શરૂઆત થઈ ગઈ છે આમ વિધિવત ચોમાસાનું આગમન થઈ જતાં વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઘટતા ઠંડક પ્રસરી છે સાથેજ ખેડૂતો પણ ચોમાસુ પાકની વાવણીની કરવાની તૈયારી શરૂ કરી છે.

કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં એક ફૂટ પાણી ભરાયું
ગુરુવારે મોડી રાત્રેથી ગાજવીજ સાથે પડેલા વરસાદના પગલે કડોદરા ચાર રસ્તા ખાતે નવનિર્મિત અન્ડર પાસનો ખાડો વરસાદી પાણીનું તળાવ બની ગયું હતું.ઉપરાંત અંડર પાસના નિર્માણ કાર્યમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં ડ્રેન્જ લાઇન જોડી દેવામાં આવતા કડોદરા સરદાર કોમ્પ્લેક્ષ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ચલથાણ ગામની સીમના આવેલા કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકમાં પણ મોડી રાત્રીએ એકફૂટ જેટલું પાણી ભરાઈ જતા પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...