મતગણતરી:ચોર્યાસી તાલુકાના ગામોની મતગણતરીમાં સમર્થકો ઉમટ્યા

પીપલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી એસવીપી શાળામાં યોજાયેલી ચોર્યાસી તાલુકા સહિતના 22 ગામના સરપંચ અને સભ્યોની મતગણતરી વેળા સમર્થકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ચોર્યાસી તાલુકાના મલગામાના સરપંચ તરીકે ડો. અંકિતા મેહુલ પટેલ ચૂંટાઇ આવ્યા હતા. તેઓ હાલમાં ડીઆરબી ભાણા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આ સાથે મતગણતરી સ્થળ પર વિજેતાઓને વધાવવા માટે ફૂલોના હાર લેવા પણ પડાપડી થઇ હતી.

મતગણતરી કેન્દ્ર પર કૂકર સાથે સમર્થકો ઉમટ્યા
સુરત જિલ્લામાં 22 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી પીપલોદની એસવીપી સ્કૂલમાં થઈ હતી. જેમાં ચૌર્યાસી તાલુકાના રાજગરી ગામના સરપંચ ધનસુખભાઈ પટેલ વિજેતા થતા તેમના સમર્થકોએ ચૂંટણી ચિન્હ કૂકર લઈને આનંદ મનાવ્યો હતો. વિજય સરઘસમાં સરપંચની પુત્રી અંકિતા બુલેટ પર ગામની મહિલા સાથે કૂકર સાથે નીકળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...