તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલી પાલિકા:વેરામાં વધારા માટે નહીં માત્ર વેરાના નિયમો અંગે સુચનો મંગાવ્યા છે

બારડોલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરપાલિકાએ અત્યાર સુધી વેરા બાબતે કોઈ નિયમ બનાવ્યા ન હોય, જેથી પાલિકાએ અગાઉ કરેલી દરખાસ્ત આધારે નિયામકમાંથી વેરાના નિયમો બનાવી વાંધા કે સૂચનો મંગાવવા સૂચના આધારે પાલિકાએ માત્ર વેરાના નિયમ બનાવ્યા છે. પાલિકાએ વેરા વધારવા બાબતે અગાઉ કરેલ ઠરાવને જુલાઈ માસની મળેલ સમાન્યસભામાં ઠરાવ મોકૂફ રાખ્યો હતો. જેથી વેરા વધારા બાબતે નહીં પરંતુ હાલના જે વેરા છે, એના નિયમ બનાવ્યા હોય, જે નિયમો અંગે કોઈ વાંધા કે સૂચન માટે લેખિત આપવા પાલિકા કારોબારી ચેરમેને જણાવ્યુ છે.

બારડોલી પાલિકાએ અગાઉ વેરા વધારા બાબતે દરખાસ્ત કરી હતી. પરંતુ વિરોધ ઉઠવા સાથે પાલિકાના સાશકોએ પણ હાલ વેરા વધારવાનું મોકૂફ રાખવાનું નક્કી કરી, તા.31મી જુલાઈ 2020ની સમાન્યસભામાં ઠરાવ નમ્બર 58થી વેરા વધારાનો ઠરાવને મોકૂફ રાખ્યો હતો. પરંતુ વેરા વધારા બાબતેની કરેલી દરખાસ્ત નિયામકમાં પેન્ડિગ હોય, જે આધારે સફાઇવેરો, પાણીવેરો, દિવાબત્તીવેરો, લાઈટવેરો સહિતના અલગ અલગ વેરાના બારડોલી નગરપાલિકાએ અત્યાર સુધી કોઈ નિયમ બનાવ્યા ન હોવાથી વેરાના નિયમો બનાવી જાહેર પ્રસિદ્ધિ કરી, જેની નકલ સરકારી કચેરીઓમાં મૂકી વેરાના બનાવેલા નિયમ અંગે કોઈ વાંધા કે સૂચન હોય, પાલિકામાં લેખિતમાં રજૂ કરવા જણાવેલ છે. પાલિકા કારોબારી ચેરમેનના જણાવ્યા મુજબ હાલ પાલિકાએ કોઈ પણ વેરા વધારાયો નથી.

અન્ય સમાચારો પણ છે...