માંડવી તાલુકા ખેડૂત સમિતિ:2500 રૂપિયા ભાવ મળે તો જ કોલાવાળાને શેરડી અપાશે

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવારના રોજ માંડવી તાલુકાના ઝરપણ મુકામે અગામી સમયમાં તમામ ખેડૂતોના શેરડીના પાકો તૈયાર થનાર છે. ત્યારે ખેડૂતોને તેના તોલનો ભાવ યોગ્ય મળે અને ખેડૂતોનું શોષણ નહીં થાય. તે માટેની ખેડૂતોની મિટિંગ મળી હતી. માંડવી તાલુકામાં આશરે 21.50 લાખ ટન જેટલી શેરડી પાકે છે. જેમાંથી આશરે 2 થી 3 ટન લાખ શેરડીનું પિલાણ કોલાવાળાઓ કરે છે.

જેમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકતો નથી. જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે મિટિંગમાં સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં સમિતિના આગેવાનોએ 2500 રૂપિયા પ્રતિ ટન ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. જેનાથી ઓછો ભાવ આપવામાં આવે તો ખેડૂતો શેરડી પિલાણ માટે આપવામાં આવશે નહિ. જેની બાંહેધરી આ સમિતિએ આપી હતી. તથા શેરડીના કોલાઓ પર કામ અર્થે બહાર ગામથી મજુરો આવે છે. તેઓ માટે શૌચાલયની વ્યવસ્થા નહીં કરતા ગંદકી થાય છે, તથા કોલાઓમાં બળતણમાં પ્લાસ્ટિક અને ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાંથી પર્યાવરણને નુકશાન થાય છે. તેનું પણ નિરાકરણ લાવવા માટે જાણ કરવામાં આવશે. મિટિંગમાં અરેઠ તથા આજુબાજુના ખેડૂતો, ગામના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો તથા અન્ય સામાજીક આગેવાનો તથા યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...