તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:સુખની તીવ્ર લાલસામાંથી દુ:ખ આવે દુઃખ મુક્તિ કરતાં દોષ મુક્તિ મહત્વની

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

241 વર્ષ પ્રાચીન કઠોર તીર્થમાં શ્રી આદિનાથ સ્વે. પૂ. મૂ. જૈન સંઘની જૈન વાડીમાં પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજે ધર્મસભાને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર સંસ્કાર સ્વાર્થથી ભરપૂર છે. દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થને સાધવા સતત રત હોય છે. એ માટે ગમે તેવા દેવપેચ ખેલતાં એને કોઈ શરમ નથી આવતી. સ્વાર્થપૂર્તિ માટે ખુન ખરાબા થતા હોય છે. જેને તમે તમારા માની બેઠા છો એ ગમે ત્યારે વિરુદ્ધ વર્તન કરી શકે છે. દુનિયામાં કોઈ તમારું નથી ચાહે તમે ગમે તેના શરણ સ્વીકારો પણ એ તમામ શરણ તકલાદી છે.

માણસ ભૂખ વખતે ભોજનના શરણે, તૃષાર્ત બને ત્યારે પાણીના શરણે અને માંદગી વખતે ડોક્ટરના શરણે જાય છે. પ્રત્યેક વ્યક્તિ દુઃખ મુક્તિ માટે કોઈને કોઈના શરણે જાય છે. સુખની તીવ્ર લાલસામાંથી દુ:ખ આવે છે. દુઃખ મુક્તિ કરતાં પણ દોષ મુક્તિ મહત્વની છે. દુ:ખોનું પ્રાગટ્ય દોષોના સેવનથી થતું હોય છે. કામ, ક્રોધ , અહંકાર, ઈષર્યા અને લોભ જેવા કાતીલ દોષોના શરણે જનાર વ્યક્તિના જીવનમાં દુ:ખોનો દાવાનળ ભડકે બળે છે. દુ:ખોના આગમનથી માણસ સર્વક્ષેત્ર નાસીપાસ થઈ જાય છે. દુ:ખો ન જોઈતા હોય તો દોષોનું સેવન બંધ કરો.

આજે વિશ્વ દુઃખને દૂર કરવા સતત કામે લાગ્યું છે. ગરીબી, બેકારી અને બીમારી જેવા દુખોએ સમગ્ર વિશ્વને હલબલાવી નાંખ્યું છે. હિંસા, જુઠ, ચોરી, વિશ્વાસઘાત અને બળાત્કાર જેવા પાપો દૂર નહીં થાય ત્યાં સુધી કોરોના, બર્ડ ફ્લુ, સ્વાઈન ફ્લુ, વાવાઝોડા અને ભૂકંપો ચાલુ રહેશે. દોષ મૂક્તિ માટે પ્રભુનું શરણ સ્વીકારવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...