તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અણઘડ આયોજન:સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 3 માસથી તૈયાર, પણ બારડોલી પાલિકા ગંદા પાણીને ત્યાં સુધી ન પહોંચાડી શકતા બેકાર

બારડોલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલી સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અગાઉ થયેલ લાઈનના હાલ - Divya Bhaskar
બારડોલી સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અગાઉ થયેલ લાઈનના હાલ
  • પાણીની લાઇનની ચિંતા કર્યા વિના જ 16 કરોડનો પ્લાન્ટ બનાવી દેવાયો
  • પ્રોજેક્ટ વર્ષે પણ શરૂ થાય એવા સંકેત જણાતા ન હોવાથી મોંઘી મશીનરી ખરાબ થવાનો ભય

બારડોલી નગરનું ગંદુપાણીને નદીમાં જતું અટકાવવા માટે પાણીને ટ્રીટ કરી શુદ્ધ બનાવી બાદમાં નદીમાં છોડવા માટે 11,300 મિલિયન લિટરનો 16.34 કરોડના ખર્ચે પાલિકાનો નાંદિડા ગામે ડમ્પિંગ સાઈડ પર સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જે પાલિકાની સુપ્રત કર્યાને 3 માસનો સમય વીતી જવા છતાં ચાલુ કરી શકાયો નથી, જેનું કારણ નગરનું ગંદુ પાણી પહોંચાડવાની પાલિકા પાસે હાલ સુવિધા જ નથી.

10 વર્ષ પહેલાં નાંદિડા ખાતે ગંદુપાણી લઈ જવા 12 કરોડના ખર્ચે વર્ષ 2010માં બારડોલી નગરથી નાંદિડા ગામ થઈ અંદાજીત 5 કિ.મી. ડીઆઈ પાઈપની લાઈન જીયુડીસી ગાંધીનગર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ પાઈપની ક્વોલિટી બાબતે મોટો પ્રશ્ન ઉભો થયો છે. લાઈનનું ટેસ્ટિંગ કરતા અવાર નવાર ભંગાણ થયું છે. 10 વર્ષમાં પાણી નાંદિડા સુધી પહોંચાડી શકાયું નથી. લાઈનનો કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ ગયો છે. આ સમયમાં સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવ્યો અને બનીને તૈયાર થઈ ગયો, પરંતુ પાલિકાના શાસકો અને અધિકારીઓ નગરનું ગંદુ પાણી નાંદિડા સુધી પહોંચાડવામાં આગોતરું આયોજન કરી શકયાં નથી.

નગરનું ગંદુ પાણી પ્લાન્ટ સુધી પહોંચાડવા નવી લાઇન જ એકમાત્ર વિકલ્પ
અતિઆધુનિક સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બારડોલી નગરજનોને મળ્યો છે, જેમાં રોજના 11,300 મિલિયન લીટર ગંદુપાણીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. મશીનરીઓથી સજ્જ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી નહીં આવતા મશીન સહિત સમાન ખરાબ થવાની શકયતા છે. પાલિકા હાલ ગંદુપાણીને સીટીપી પ્લાન્ટમાં લઈ જવાની કોઈ સુવિધા નથી. લાઈન ચાલે એમ નથી, વરસાદના શરૂ થવાના માંડ દિવસો બાકી રહ્યા, આવા સંજોગમાં રીપેરીંગ કે નવી લાઈનનું આયોજન શક્ય નથી. ચોમાસુના ચાર માસ તેમજ નવી લાઈન પણ બનાવવામાં સમય નીકળી શકે માટે ગંદુ પાણીને ટ્રીટમેન્ટ માટે પ્લાન્ટ 1 વર્ષે પણ કાર્યરત થાય એવા કોઈ સંકેત જણાતા નથી.

પ્લાન્ટ શરૂ થવાથી નગરનું ગંદુપાણી મીંઢોળા નદીમાં ભળતું અટકશે
સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ થવાથી નગરના 13,000 ગટર કનેક્શન સહિતનું આવતું ગંદુપાણીને પ્લાન્ટમાં લઈ જઈ શુદ્ધ કરવામાં આવશે, જેથી મીંઢોળા નદીમાં હાલ છોડતું ગંદુ પાણી બંધ થઈ જશે અને ટ્રીટ થયાં બાદ શુદ્ધ થયેલા પાણીને ચકાસણી બાદ નદીમાં છોડવામાં આવશે. જેનાથી ખેતી, પશુ, સહિત જળચરજીવોને ફાયદો થશે. ટ્રીટ થયેલા પાણી પીવા સિવાય ઉપયોગમાં લઈ શકાતું હોવાથી વેચાણ કરી પાલિકાની આવકનું સ્ત્રોત પણ થઈ શકે.

નવી લાઈનનું એસ્ટિમેન્ટ કઢાવવા માટે આપ્યું છે
સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી નગરનું ગંદુપાણી લઈ જવા માટે અગાઉ જીયુડીસીએ બનાવેલી લાઈન, ચાલી શકે તેમ ન હોવાથી, નવી લાઈનની વિચારણા છે. લાઈનનો એસ્ટીમેન્ટ કઢાવવા આપ્યો છે. ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવશે. > નીતિન શાહ, કારોબારી અધ્યક્ષ, બારડોલી પાલિકા

અન્ય સમાચારો પણ છે...