તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બારડોલી સ્ટેશન પર 3 એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા PAC કમિટીને રજૂઆત

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિટી દ્વારા યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને સમસ્યા મુદ્દે સૂચનો લેવાયા

ભારતીય રેલવે બોર્ડની PAC કમિટીના સદસ્યોએ તાપ્તી સેક્શન અંતર્ગત સુરત, ઉધના, બારડોલી, વ્યારા, નવાપુર, નંદુરબાર, દોડાઈચા, અમળનેર, ધરણગાવ રેલવે સ્ટેશન પર નિરીક્ષણ કરવામાં આવનાર હતું, જે અંતર્ગત બારડોલી રેલવે સ્ટેશન પર યાત્રીઓની સુવિધા, સુરક્ષા અને બારડોલીના લોકોની સમસ્યા, સૂચનો લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભારતીય રેલ્વે બોર્ડ કમિટીના સભ્ય ડૉ. રાજેન્દ્ર ફડકે(જલગાવ), કૈલાશ વર્મા(મુંબઈ), છોટુભાઈ પાટીલ PAC(સુરત ) ગિરિશ રાજગોર(ભરૂચ), સુરત અને ઉધના રેલ્વે સલાહકાર સમિતિના સભ્યોનુ બારડોલીના વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.સામાજીક સંસ્થા આવેદન આપી PAC કમિટીને પોતાની માંગણી બાબતે રજુઆત કરવામાં આવી.

જેમાં જણાવ્યા મુજબ બારડોલી વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, યુપી, એમપી અને અન્યો રાજ્યમાંથી બારડોલીમાં વસવાટ કરતા દરેક સમાજના વિવિધ આગેવાનો દ્વારા બારડોલી રેલ્વે સ્ટેશન પર સુરત -ભુસાવલ લાઈન પર ચાલતી એક્સપ્રેસ ગાડીઑ હોંકાપૂરી,અમરાવતી એક્સપ્રેસ, નવજીવન એક્સપ્રેસ જેવી ગાડીઓને બારડોલી રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ મળે તેવી જય ભીમ યુવક મંડળના નેજા હેઠળ આવેદન પત્ર આપી માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...