બારડોલી તાલુકાનું હરિપુરા ગામનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરમાં લખાયેલું છે. આ ગામની યાદ સુભાષ ચંદ્ર બોઝ સાથે જોડાયેલ છે. 1938માં યોજાયેલ કોંગ્રેસનું અધિવેશનમાં સુભાચંદ્રબોઝની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.જેથી આ વર્ષ ખૂબ જ અગત્યનું માનવા આવે છે. અધ્યક્ષ બનવાના સમયે તેઓ હરીપુરા ગામના એક મકાનમાં રહી અંગ્રેજોના શાસનને કઈ રીતે દેશમાંથી ઉખાડી શકાય તેની તમામ રણનીતિઓનું કેન્દ્ર આ મકાન બન્યું હતું. સુભાષચંદ્ર બોઝની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ અને જવાહરલાલ નહેરુ પણ રહ્યા હતા. હરિપુરા ગામના એક મકાનમાં સુભાષચંદ્ર બોઝ એક સપ્તાહ સુધી રહ્યા હતા. જેથી આ મકાનની ખાસિયત છે.
સુરતમાં આઝાદીની રાષ્ટ્રીય લડતનું કેન્દ્ર હરિપુરા ગામ રહ્યું હતું. સુભાચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી હરિપુરા થવાની છે, એ જાણીને ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ છે. કારણ કે સૌના લોકલાડીલા અને આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપનાર સુભાચંદ્ર બોઝ હરિપુરાગામના મહેમાન બન્યા હતાં. ગ્રામજનોના ઉત્સાહપૂર્ણ સહયોગથી નિયમિતપણે, આઝાદી દિન, ગણતંત્ર દિન, મહિલા દિવસ, માતૃભાષા દિવસ, સુભાષચંદ્ર બોઝ જયંતિ, શિક્ષક દિન જેવા વિવિધ ખાસ દિવસોની ઉજવણી કરાય છે.
સુભાષચંદ્ર બોઝની સ્મૃત્તિ જીવંત રાખવા ગામના લોકો દ્વારા ગામમાં જે મકાનમાં સુભાષબાબુએ અઠવાડિયું રોકાણ કર્યું હતું. ત્યારે જે સામગ્રી મકાન હતી તે તમામ સામગ્રી આજદિન સુધી યથાસ્થિતિમાં છે, ટેબલ ખુરશી તમામ વસ્તુઓ આજે પણ એ જ સ્થિતિમાં છે. જેમાં વર્ષો જૂનો પાણીનો કૂવો, ગમાણ વગેરે બધું જ યથાસ્થિતિ જળવાય રહ્યું છે. જેની સાફ-સફાઇની તમામ જવાબદારી ગામજનો દ્વારા કરવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝને આજે પણ ગામના લોકો ભૂલી શકયા નથી. આજે પણ તેમના જવા પછી પણ આ મકાન ખાલી છે. ગામના કોઈપણ લોકો આ મકાનમાં રહેતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.