વરિયાવ જૂથ યોજના:પાણી સુવિધા માટે કરમલામાં સબ હેડ વર્ક્સની કામગીરી ઝડપભેર પૂર્ણ કરાશે, મંત્રી કુંવરજી બાવળીયા ઓલપાડના કરમલા ગામની મુલાકાતે

ટકારમા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની ઋતુમાં લોકોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય તે માટે પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાએ વરિયાવ ખાતે વરિયાવ જૂથ પાણી પુરવઠા યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ મેઈન હેડ વર્ક્સનું નિરીક્ષણ કર્યું હતું.  ઓલપાડ તાલુકાના ગામોમાં ઉનાળામાં પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ બને તે માટે મંજૂર કરવામાં આવેલા સબ હેડ વર્ક્સની કામગીરી ઝડપભેર પૂર્ણ કરાશે એમ જણાવી  કરમલાની મુલાકાત લઈ અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી. વરિયાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિવિધ વિભાગોનું બારીકાઈથી અવલોકન કરી પાણીના શુદ્ધિકરણ અને ક્લોરીનેશન સહિતની વિગતો મેળવી ધારાસભ્યો, અગ્રણીઓ અને સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે,ઓલપાડ, ચોર્યાસી અને કામરેજના 156 ગામોમાં વરિયાવ જૂથ યોજનાનું પૂરતું પાણી મળી રહે, જેથી ગ્રામજનોને ઉનાળામાં પીવાના પાણીની તંગી ન વર્તાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...