કાર્યવાહી:ખોલવડના દિપક રાઠોડની પાસા હેઠળ અટક કરાઈ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અસામાજિક પ્રવૃત્તિને અંકુશમાં લાવવા પોલીસ વિભાગ દ્વારા ગુનાખોરી ડામવા સહિત અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે કામરેજ વિસ્તારમાં ધાડના ગુનાના ફરાર આરોપીને સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પી.આઇ બી.ડી શાહ,પેરોલ ફલૉ સ્કોડ પી.આઇ એ.ડી ચાવડાની ટીમ દ્વારા કામરેજ વિસ્તારમાં પેટ્રોલીંગ કામગીરી સઘન બનાવી દેવામાં આવી હતી.

ત્યારે કામરેજ પીલીસ મથકે નોંધાયેલા ધાડના ગુનામાં ફરાર આરીપી અને કામરેજના ખોલવડ ખાતે આવેલા ખેતીવાડી ફાર્મ ખાતે રહેતા દિપક ગીરીશભાઈ રાઠોડને એલસીબી પી.આઇ બી.ડી શાહની પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી વિરુદ્ધ પાસાનો વોરંટ ઇશ્યુ કરવામાં આવતા ઝડપાયેલા આરોપીને રાજકોટ ખાતેની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...