કામગીરી:નગરસેવકના હનીટ્રેપ કેસમાં માનહાનીની ફરિયાદને આધારે ચાર ભાજપી આગેવાનના નિવેદનો લેવાયા

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનીટ્રેપનો ભોગ બનેલા બારડોલીના નગરસેવક દ્વારા પોલીસમાં બે ફરિયાદ
  • બીજી બ્લેકમેલિંગની ફરિયાદને લઇ રાજસ્થાન તપાસ માટે પોલીસ મોકલાઈ

બારડોલી નગરના બહુંચર્ચિત ઓનલાઈન હનીટ્રેપ કેસમાં બારડોલી નગર સેવક દ્વારા સાઇબર ક્રાઇમમાં બે અલગ અલગ ફરિયાદ આપવામાં આવી હતી.જેમાં માનહાનીની ફરિયાદને આધારે નગરના 4 ભાજપી આગેવાનોનો નિવેદન લેવાયા છે. બારડોલી વોર્ડ નં. 1 ના નગર સેવકનો ઓનલાઈન હનીટ્રેપ થઈ હોવાનો વિડીયો જિલ્લા ભાજપના આગેવાનો સાથે નગર સેવકે સેર કર્યો હતો. અને પોતે બ્લેક મેલિંગનો શિકાર બન્યા હોય જેથી યોગ્ય સલાહ માટે સૂચનો માંગ્યા હતા. બાદમાં આ વિડીયો વાઇરલ થઈ ગયો અને નગરસેવકને જિલ્લા ભાજપ પ્રમુખે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

તો નગર સેવકે જિલ્લા સાઇબર ક્રાઇમમાં બે અલગ અલગ ફરિયાદ આપી હતી. જેમાં પોતાની સાથે થયેલ વિડીયો કોલિંગના અંગત પળો રેકોર્ડ કરી રૂપિયા માંગનાર વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. રૂપિયા માંગનારનું પગેરું રાજસ્થાનનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા જિલ્લા એલસીબી દ્વારા પોલીસની એક ટીમને તપાસ માટે રાજસ્થાન મોકલવામાં આવી છે. તો અન્ય એક માન હાનીની કરાયેલ ફરિયાદમાં જિલ્લા એલસીબી દ્વારા જિલ્લા ભાજપના 4 આગેવાનોના નિવેદન લેવાયા તો નગરસેવકને ભાજપના જ હોદ્દેદારો દ્વારા બદનામ કરવામાં આવ્યા હોવાનું ચર્ચામાં આવતા ભોગ બનનાર નગરસેવકના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...