તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુપાલન:માત્ર 1 ગાયથી શરૂ થયેલી ગૌશાળા આજે 140 ગાયોનો આશરો બની

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કામરેજ તાલુકાના કોસમાડા ગામે કાર્યરત અંબિકા નિકેતન ટ્રસ્ટની ગૌશાળામાં ઉછરી રહેલી ગાયો. - Divya Bhaskar
કામરેજ તાલુકાના કોસમાડા ગામે કાર્યરત અંબિકા નિકેતન ટ્રસ્ટની ગૌશાળામાં ઉછરી રહેલી ગાયો.
 • અંબિકા નિકેતન ટ્રસ્ટ દ્વારા 50 વીંઘાની જગ્યામાં ગાયોના છાણમાંથી ગેસ તેમજ કમ્પોસ્ટ ખાતર પણ બનાવાય છે

કામરેજ તાલુકાનાં કોસમાડા ગામે અંબિકા નિકેતન ટ્રસ્ટ 1970 થી એક ગાય રાખી ગૌ સેવા શરૂ કરી હતી, જે આજે 50 વીંઘામાં 140 જેટલી સુદઢ ગીર ગાયો તેમજ ગાયને ખાવા માટેનો ચારો પણ જાતે જ બનાવે છે. ગાયના છાણમાથી બાયો ગેસ તેમજ અળસિયાનું ખાતર બનાવી સંસ્થાને પગભર બનાવી છે. ગાય આધારિત ખેતી કરનારા ખેડૂતો માટે ખેતીમાં સ્પ્રે કરવા માટે ગૌમૂત્રમાથી પણ વિવિધ જૈવિક કીટ નાશક દવાઓ બનાવવામાં આવે છે.

અંબિકા નિકેતન ટ્રસ્ટ વિવિધ પશુપાલન અને ખેતી વિષયક તાલીમો પણ આપતી થઈ છે. જે બદલ 2007-2008 માં ગુજરાત રાજ્ય સરકાર તરફથી શ્રેસ્ઠ ગૌશાળાનું પારિતોષિક આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં ગાયો માટે શેડ બનાવ્યા બાદમાં ગૌશેવા આયોગની સહાય મેળવી સતત વિકાસ કરતી આ સંસ્થાનું સંચાલન હાલ ડો.છત્રસિંહ ખેર અને ઉપેન્દ્રસિંહ ખેર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

એન્જિનિયરિંગ કોલેજના છાત્રેને પ્રોજેકટ માટે પ્રોત્સાહિત કરાય છે
અંબિકા નિકેતન ગૌશાળામાં જુદી જુદી એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ બાયોગેસ, વર્મિ કમ્પોષ્ટ, સેંદ્રિય ખાતરના એક માસથી ત્રણ માસના પ્રોજેકટ વર્ક માટે આવે છે. જે વિદ્યાર્થીઓ પાસે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને પ્રોજેકટ વર્કની તમામ સુવિધાઓ આપી પ્રોત્સાહિત કરાય છે.
20 પરિવારોને વિના મૂલ્યે રસોઈ માટે ગોબરગેસ અપાય છે
ગૌશાળામાં ગાયના છાણ માથી 45 ઘન મીટરનો ગોબરગેસ પ્લાન્ટ 20 વર્ષથી કાર્યરત છે જેમાં ગેસની પાઇપ લાઇન કરી સંસ્થાના 20 જેટલા કર્મચારીઓને ઘરે વિના મૂલ્યે રસોઈ માટે ગેસ આપવામાં આવે છે.

પશુપાલન અને ગાયની માવજત અંગે વિશેષ તાલિમની સુવિધા
ગૌશાળા ખાતે ભવિષ્યમાં નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન છે સાથેજ ગૌશાળાને પર્યટન કેન્દ્ર શરૂ કરવાનું અને ગાયની માવજત માટે પશુપાલકો અને ખેડૂતોને યોગ્ય તાલીમ મળી રહે એ માટે તાલીમ કેન્દ્ર શરૂ કરવાનું આયોજન કરવાની નિર્ધાર રાખ્યો છે. - ડો.છત્રસિંહ ખેર, અંબિકા નિકેતન ગૌશાળા કોસમાડા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો