તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:માંડવીમાં રખડતાં ઢોરને પાંજરાપોળમાં મોકલવાનું શરૂ, 16 ગૌવંશને માણેકપોર પાંજરાપોળ મોકલાયા, દાતાએ 150 ગુણદાણ દાન આપી

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માંડવી નગરપાલિકા વિસ્તારમાં ઢોર પકડવાનું અભિયાન શરૂ કરાયુ હતુ. - Divya Bhaskar
માંડવી નગરપાલિકા વિસ્તારમાં ઢોર પકડવાનું અભિયાન શરૂ કરાયુ હતુ.

માંડવી નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો હતો. નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. ત્યારે હાલમાં શાસકો દ્વારા આગોતરા આયોજન સાથે કડક નીતિના અમલીકરણ સાથે રખડતાં પશુઓને પાંજરાપોળમાં મોકલવાનું શરૂ કરતાં નગરજનોએ રાહતનો દમ લઈ શાસકોની કામગીરીને બિરદાવી હતી. માંડવી નગરપાલિકા વિસ્તારમાં ઘણા વર્ષોથી રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો હતો. ઘણીવાર નાના- મોટા અકસ્માતો પણ સર્જાતા રહ્યા હતાં. આખલાઓની લડાઈમાં વાહનોને પણ મોટું નુકસાન થતું રહ્યું હતું.

આવા સંજોગોમાં સાંપ્રત માંડવી નગરપાલિકા શાસકો દ્વારા માણકપોર ખાતે પાંજરાપોળ સંચાકોનો સંપર્ક કરી આજથી કડકાઈ ભર્યા પગલાંની શરૂઆત કરતાં નગરજનોએ રાહતનો દમ લીધો હતો. તો વળી પાંજરાપોળ સંચાલકોને પણ સહયોગ જરૂરી હોય જે બાબતે માંડવીના જ એક દાતાએ 150 ગુણ દાણ દાનમાં આપી જીવદયાની ભાવના બતાવી હતી.

આમ માંડવી પાલિકા વિસ્તારમાં રખડતાં પશુઓને રખડતાં છોડી ન મુકવા અંગે વારંવારની જાહેરાત પછી પણ પશુપાલકોનામાં કોઈ બદલાવ ન આવતાં નગરજનોની સુરક્ષા સાથે જનઆરોગ્યને પ્રાધાન્ય આપી પાલિકા શાસકો દ્વારા શરૂ કરાયેલા અભિયાનને સૌ નગરજનોએ બિરદાવી હતી. માંડવી નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા અભિયાનને ચાલુ રાખવામાં આવે એવી આશા પણ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...