આયોજનનો અભાવ:બારડોલીમાં મહિના પૂર્વે બનેલો રસ્તો ખોદી પાઇપ નાખવાનું શરૂ

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડામરનો પેચ કર્યાને  થોડા દિવસમાં જ રસ્તો ખોદી નાખવામાં આવ્યો. - Divya Bhaskar
ડામરનો પેચ કર્યાને થોડા દિવસમાં જ રસ્તો ખોદી નાખવામાં આવ્યો.
  • ખોદકામને કારણે પ્રજાને ચોમાસા દરમિયાન હાલાકી ભોગવવાની નોબત

બારડોલી નગર પાલિકાએ એક મહિના પહેલા જ મૈસૂરિયા સમાજવાડીની વાડીથી એમ.એન.પાર્ક સોસાયટી થઈ ડી.એમ.પાર્ક સોસાયટીમાંથી પસાર માર્ગ પર ડામરનું પેચ મારવામાં આવતા, ડી.એમ.પાર્કના રહીશોને હાશકારો થયો હતો, પરંતુ હજુ મહિનો સુવિધાનો લાભ મળ્યો નહિ, ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખવા ફરી ખોદકામ કરતા સોસાયટીના રહીશોએ અવર જ્વર કરવામાં પણ તકલીફ થઈ રહી છે. ચોમાસુ પહેલા ખોદકામની જગ્યામાં યોગ્ય કામગીરી કરવામાં નહિ આવે તો, ઘરમાંથી બહાર નીકળવું પણ ભારે પડી શકે.

બારડોલીની ડી.એમ.પાર્કમાં ગત વર્ષ દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો, આગળ પાણીનો નિકાલ નહિ થતા પાણીનો જમાવડો થઈ ગયો હતો. પાલિકામાં રહીશોએ ચોમાસુથી અત્યાર સુધી વરસાદી પાણીના નિકાલ માટે સુવિધાની માંગણી અંગે અનેક વખત અધિકારીઓ, પદાધીકારીઓ, સ્થાનિક નેતા સહિતને રજુઆત કરી હતી. પરંતુ બીજું ચોમાસુ નજીક આવતા હંગામી કામગીરી કરવા પાલિકા આગળ આવી હતી.

જેમાં પણ અટલબિહારી બાજપાઈ માર્ગ પર મૈસૂરિયા સમાજની વાડીથી નીકળી, ડી.એમ.પાર્ક થઈ કડોદ રાજ્ય ધોરી માર્ગને જોડતો રસ્તા પર ડામરનું પેચનું કામ થયું હતું, ખાસ કરી ડી.એમ.પાર્કના રહીશોને રસ્તાની સારી સુવિધા ઘણા સમયે મળતા રાહત અનુભવી હતી. પરંતુ હજુ આ સુવિધા એક મહિનો પણ ઉપયોગ કર્યો નહિ, ત્યાં, પાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે રસ્તો ખોદી મોટા પાઇપ નાખવામાં આવતા, સોસાયટીમાં આડેધડ ખોદકામ કરવાથી રસ્તાની સુવિધા ગુમાવી, સાથે ખોડકામના કારણે સોસાયટીના રહીશોને હાલ અવર જવરમાં પણ તકલીફ થઇ રહી છે.

છતાં પાલિકાએ ખોદાય ગયેલ સ્થળ પર યોગ્ય કામગીરી કરવાનું ભૂલી ગઈ છે. આ રસ્તો ફરીવાર અત્યંત બિસ્માર બન્યો છે. આ માર્ગ ધામદોડ લુંભા ગામની અનેક સોસાયટીના રહીશો માટે પણ અવર જ્વર માટે એકદમ ટૂંકો અને આશીર્વાદ રૂપ છે. ત્યારે ચોમાસુ પહેલા રસ્તો બનાવવામાં નહિ આવે તો, અનેક લોકોને ભારે હાલાકી વેઠવી પડશે. રહીશો ઘરોમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બનશે.

અન્ય સમાચારો પણ છે...