સુરત શહેર ચોક બજારના 2 બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓને સુરત જીલ્લા SOG પોલીસે ઝડપી પાડ્યા હતા. કામરેજના ધોરણપારડી નજીક આવેલી હોટલ પાસેથી 2 ચોરીની બાઈક સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કુલ 60 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
60 હજારનો મુદ્દામાલ કબજે
પોલિસ સુત્ર પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાંથી મોટર સાઈકલ નંબર GJ-05-LE-6125 અને RJ-42-SF-9020ની ચોરી થઈ હતી. જે મામલે ચોક બજાર પોલિસ મથકે ગુનો પણ દાખલ થવા પામ્યો હતો. દરમિયાન સુરત જીલ્લા એસ.ઓ.જી પોલીસના અ.હે.કો શૈલેશ ચંદુભાઈ તથા અ.પો.કો અમૃત ધનજીભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કામરેજના ધોરણપારડી ગામની સીમમાં આવેલી રાજ હોટલ પાસે 2 ઈસમો ચોરીની 2 મોટર સાઈકલ લઈને ઉભેલા છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. મુળ ઓરિસ્સાના બાલી નવિન નાહક અને દુર્યોધન ભગીરથી પ્રધાનની અટકાયત કરવામાં આવી છે. બંને રીઢા આરોપી પાસેથી ચોરીની 2 મોટર સાઈકલ જેની કિંમત રૂપિયા 60 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.