ચોરીનો ભેદ ઉકેલાયો:કઠોરના જ્વેલર્સમાંથી 86 લાખની ચોરી કરનાર તસ્કરોને ગણતરીના કલાકમાં જ દબોચી લેવાયા

નવાગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસ્કરોએ દાગીના ભરેલું પોટલુ ઝાડી ઝાંખરામાં સંતાડી દીધું હતું - Divya Bhaskar
તસ્કરોએ દાગીના ભરેલું પોટલુ ઝાડી ઝાંખરામાં સંતાડી દીધું હતું
  • ગુરૂવારે રાત્રે છતમાં ગાબડું પાડીને દુકાનમાં પ્રવેશી લાખોની ચોરી કરી ગયા હતા
  • ચોરીમાં સંડોવાયેલા 2ને દબોચી લેવાયા જ્યારે ભાગી છુટેલા 1ને પકડવા ચક્રો ગતિમાન

કઠોરનાં સ્મિત જ્વેલર્સ માં લાખો રૂપિયાનાં સોના ચાંદીનાં દાગીનાની ચોરી 72 તોલા સોનાનાં દાગીના 60 કિલો ચાંદીનાં દાગીનાં તથા રોકડા 4.97 લાખ રૂપિયા મળી કુલ 86,57,000 રૂપિયાની ચોરીની ઘટના ઘટી હતી. કામરેજ પોલીસે ગણતરીનાં કલાકોમાં મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી લઇ જેલનાં સળીયા પાછળ પહોંચાડયા હતા. જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો હોય કામરેજ પોલીસની જુદી જુદી ટીમો આરોપીને શોધવા રવાના થઇ છે. આમ ગણતરીના કલાકોમાં જ પોલીસે લાખોની ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો હતો.

કઠોરનાં સોની ફળીયામાં અજયભાઇ પારેખ સ્મિત જવેલસઁ નામે સોના ચાદીનાં દાગીનાની દુકાન ધરાવે છે. 12 મેના રોજ સાંજે સાડા 7.00 વાગે દુકાન બંધ કરી ઘરે ગયાં હતાં અને બીજે દિવસે સવારે નવ વાગે દુકાને આવતાં દુકાન ખોલી અંદર પ્રવેશતાં દુકાનમાં મુકેલાં સોનાં ચાંદીનાં દાગીનાં જોવા મળ્યા ન હતાં. તેમજ કાઉન્ટરમાં મુકેલાં રોકડ રકમ પણ ગાયબ હતી. દુકાનમાં ચોરી થઇ હોવાનું સ્પષ્ટ થતાં તરત જ કઠોર આઉટ પોલીસ ચોકી તથા કામરેજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

દુકાનમાંથી લાખો રૂપિયાનાં સોનાં ચાંદીનાં દાગીનાની ચોરી થઇ હોવાની ઘટનાં બનતાં અધિક પોલીસ મહાનિદેશક રાજકુમાર પાંડિયન તથા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર તથાં નાયબ પાલીસ અઝિક્ષક ભાગૅવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કામરેજ પો. સ્ટે.નાં અધિકારીઓ તથા ગામ્ય LCB - SOG શાખાએ અલગ અલગ ટીમો બનાવી તપાસનાં કામે લાગી હતી.

પોલીસે દુકાનનાં સીસીટીવી ફુટેજ તપાસતાં ફુટેજમાં દેખાતાં ગુનામાં સંડોવાયેલાં ઇસમોને શોધતા એએસઆઇ રમણભાઇ તથા પો.કો નામદેવ કલાભાઇને ખાનગી રાહે મળેલ બાતમીથી અરવિંદ બહાદુર ડીંડોવ ઝડપી પાડી અધિકારીઓ દ્વારા તેની પુછપરછ હાથ ધરતાં ગુનાની સમગ્ર હકીકત જણાવી ગુનાનાં માસ્ટર માઇન્ડ ગુલામ હુસૈન ઉફે ગુલ્લુ ઉફે ઇમરાન અહમદ કોટવાલ તથા તેનો સાગરીત આકીબ જુનેદ શેખ (બંને રહે. કઠોર)નાઓ સંડોવાયેલાં હોવાની માહિતી આપી હતી. જે આધારે શોધખોળ કરતાં ગુલામ હુસૈન ઉફે ગુલ્લુ મળી આવ્યો હતો તથા ચોરી કરેલો મુદ્દામાલ કઠોર બસ સ્ટેન્ડ નજીકની ઝાડીઝાંખરામાં સંતાડેલો હોવાની કબૂલાત કરતાં પોલીસ ટીમ દ્વારા આરોપીને સાથે રાખી તપાસ કરતા ચોરીનો તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો.

તસ્કરોએ દાગીના ભરેલું પોટલુ ઝાડી ઝાંખરામાં સંતાડી દીધું હતું
દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં આરોપીઓ રાત્રે લગભગ 11.30 કલાકે ઘુસ્યા હતા અને દોઢથી બે કલાકમાં ચોરીની ઘટનાને અંજામ આપી બહાર નીકળી ગયા હતા. ચોરી કરેલા દાગીનાંનુ કપડાનુ પોટલુ બાંધ્યું હતું જે પોટલું કંતાનનાં કોથળામાં મુકી ઝાડી ઝાખરામાં નાખી આવ્યા હતા.

બંધ ઘરની છત તોડીને ચોરી કરી હતી
સ્મિત જ્વેલર્સનાં માલિક અજયભાઇ પારેખ પરિવાર સાથે કામરેજ ચાર રસ્તા રહે છે. કઠોરમાં સોની ફળીયામાં આવેલ તેમનાં મકાનની નીચે ભોંયતળીએ દુકાન ધરાવે છે. રાત્રી દરમ્યાન મકાનમાં કોઇ રહેતું ન હોય જેથી આરોપીઓ જાણકાર હોય મકાનની છત પર ચઢી છતમાં ગાબડું પાડી દુકાનમાં પ્રવેશ્યા હતા.

પકડાયેલ આરોપીઓ
​​​​​​​ગુલામ હુસૈન ઉફે ગુલ્લુ ઉફે ઇમરાન અહમદ કોટવાલ (રહે. કઠોર) અરવિંદ બહાદુર ડીંડોવ (રહે. કઠોર, મુળરાજસ્થાન) પકડાયેલ આરોપીઓ પૈકી ગુલામ હુસેન ઉફે ગુલ્લુ ઇમલિન અહમદ કોટવાલ વિરુદ્ધ સુરત શહેરમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવવાનો ગુનો તથા અમરોલી પોલીસ સ્ટેશનમાં એન.સી.નો ગુનો પણ નોંધાયેલ છે .

રીકવર કરેલો મુદ્દામાલ
72 તોલાનાં સોનાનાં તૈયાર દાગીનાં કિં. 39, 60,000 } 60 કિલો નાં ચાંદીનાં તૈયાર દાગીનાં કિં 42,00,000 } રોકડા 4,97,000 } મોબાઇલ ફોન 1 કિં 5000 રુ મળી કુલ 86,62,000રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્ય હતો.

અન્ય સમાચારો પણ છે...