તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:બારડોલીની શ્રીરામ સોસાયટીમાં તસ્કરોએ બે ઘરના તાળાં તોડ્યા

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક પર આવેલા 3 તસ્કરો સીસીટીવીમાં કેદ

બારડોલી નગરમાં રાત્રી દરમિયાન તસ્કરો ચોરી કરવાની ફિરાકમાં રખડી રહ્યા છે. બુધવારની રાત્રે મોટરસાયકલ પર 3 અજાણ્યા તસ્કરો શ્રીરામ સોસાયટીમાં ઘૂસ્યા હતા. ચોરી કરવાનો પ્રયાસમાં 2 ઘરના ટાળા તોડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ વાહન આવતા તસ્કરો ભાગી ગયા હતા. બારડોલી નગરની સોસાયટીઓમાં રાત્રે તસ્કરોનું દુષણ વધી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ એક સાથે 5 થી વધુ ઘરના ટાળા તોડ્યા હતા. અગાઉ પણ નગરને અડીને આવેલા એક સોસાયટીમાં તસ્કરો ઘુસી ગયા હતા. પોલિસ માટે પણ માથાના દુખાવો બન્યા છે.

ત્યારે બુધવારની રાત્રે શ્રીરામ સોસાયટીમાં મોટરસાયકલ પર 3 તસ્કરો આવ્યા હતા, અને 2 ઘરના ટાળા તોડ્યા હતા. ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અચાનક સોસાયટીમાં કોઈ વાહન આવી જતા, પકડાઈ જવાના ડરથી તસ્કરો મોટરસાયકલ પર ભાગી ગયા હતા. ચોરીના પ્રયાસની ઘટના સીસી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...