ખરાબ કામગીરી:બારડોલી નગરમાં માર્ગનો નાનકડો ખાડો તળાવ જેવો બન્યો છતાંયે રીપેરીંગ નહીં

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડી.એમ.નગરમાં પડેલા મોટા ખાડાને કારણે વાહનો સ્લીપ થઇ રહ્યા છે

દિવાળીના દિવસો નજીક હોય, છતાં બારડોલી નગરપાલિકાના અમુક સોસાયટીના રસ્તાઓનું રીપેરીંગ કામ એકદમ જરૂરિયાત હોવા છતાં કામ કરવામાં આવ્યું નથી. જેનો ઉત્તમ નમૂનો ડી.એમ નગરના માર્ગ ચોમાંસુમા જર્જરિત બન્યો હોવા છતાં રીપેરીંગ નહી થતાં અકસ્માતની ઘટના બની રહી છે. મોટા ખાડાને કારણે મોટરસાયકલ ચાલકો લપસી રહ્યા હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. શાસકો નગરજનોની ભલે તમારા મતે નાની હોય, પરંતુ ત્યાંથી અવર જવરના કરતા અને સ્થાનિક માટે જોખમી બની છે.

બારડોલીના ડી.એમ.નગરના રહીશોને ચોમાસું સીઝનમાં પાણીનો ભરાવો સમસ્યા સતાવી હતી, હવે વરસાદ બંધ થઈ ગયો હોય, પાણીના ભરવા ના કારણે માર્ગ તુટી મોટા ખાડા પડી ગયા હોવાથી કડોદ રાજ્ય ધોરી માર્ગ થી ડી.એમ.નગર થઈ અટલ બિહારી બાજપાઈ માર્ગને જોડતા માર્ગ પર અવર જવર કરતા નગરજનો સહિત જોખમી ખાડામાંથી પસાર થઈ રહ્યા છે. વરસાદ બંધ થયો હોય, શાસકોએ ખાડાની મરામતની પહેલું પ્રાધાન્ય આપવાની જગ્યાએ લોકોને મુશ્કેલી વેઠવા જાણે રેઢો મૂકી દેવામાં આવ્યો છે. ઘણા મોટરસાયકલ ચાલકોને ખાડામાં અકસ્માત નડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...