સહાય:જિલ્લાના અનુસૂચિત જનજાતિના નાના વ્યવસાયકારોનેે દુકાન ખરીદવા સહાય મળશે

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ તેમજ તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા રાજ્ય સરકાર દ્વારા નાના વ્યવસાયકારો માટે દુકાન ખરીદવા લોન સહાયની યોજના કાર્યરત છે. અરજદારને વ્યવસાયના સ્થળે દુકાન ખરીદવા અધિકત્તમ રૂ.15,000 સુધીની મર્યાદામાં, થયેલા ખર્ચની 20 ટકા રકમ એ, બી, અને સી ગ્રેડના શહેરી વિસ્તારો માટે જ્યારે અન્ય વિસ્તારો માટે રૂ.10,000ની મર્યાદામાં અથવા ખર્ચના 20 ટકા સહાય તરીકે મળવાપાત્ર છે.

લોન રૂ.60,000ની મર્યાદામાં ખર્ચના 80 ટકા રકમ એ, બી, અને સી ગ્રેડના શહેરી વિસ્તારો માટે જ્યારે અન્ય વિસ્તારો માટે અધિકત્તમ રૂ.40,000ની મર્યાદામાં ખર્ચના 80 ટકા રકમ 4 ટકાના દરે મળશે. પ્રાયોજના વહીવટદારની કચેરીને તથા રાજ્ય અને બિન આદિજાતિ વિસ્તારના અરજદારોએ આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગરને અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...