મેઘમહેર:જિલ્લામાં ધીમીધારે મેઘમહેર યથાવત,માંગરોળમાં દોઢ ઇંચ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા, પલસાણા અને માંડવી કોરાકટ

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુરુવારે જિલ્લામાં ત્રણ તાલુકાને બાદ કરતાં ઝરમરિયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ માંગરોળ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો તો બારડોલી તાલુકામાં સૌથી ઓછો 2 મીમી વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં અવિરત મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લા ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ મહુવા,માંડવી અને પલસાણા તાલુકાને બાદ કરતાં બારડોલી 2 મીમી, ચોર્યાસી 10 મીમી, કામરેજ 10 મીમી, માંગરોળ 38 મીમી, ઓલપાડ 3 મીમી, અને ઉમરપાડામાં 17 મીમી વરસાદ વરસતા જિલ્લામાં ઝરમરિયો વરસાદ દિવસ દરમિયાન નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...