આવડત કેળવાય:વસિષ્ઠ વિદ્યાલયમાં કૌશલ્યવર્ધક કાર્યક્રમો

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાવની વસિષ્ઠ વિદ્યાલયના પરિસરમાં વિદ્યાર્થીઓની રસસભર પ્રવૃત્તિઓ સાથે સમજ અપાઇ હતી. - Divya Bhaskar
વાવની વસિષ્ઠ વિદ્યાલયના પરિસરમાં વિદ્યાર્થીઓની રસસભર પ્રવૃત્તિઓ સાથે સમજ અપાઇ હતી.
  • બટન ટાંકવું, કૂકરનું ઢાંકણ ફીટ કરતા શીખવાડાયું

વાવની વસિષ્ઠ વિદ્યાલયનાં પરિસરમાં શાળાના માર્ગદર્શન તળે વિદ્યાર્થીઓનાં જીવન કૌશલ્યોનાં વિકાસને પરિપક્વ બનાવતી રસસભર પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસસભર પ્રવૃત્તિમાં ધોરણ 6 થી 9 અને 11 કોમર્સનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સાંપ્રત સમયમાં જયારે મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ જેવી ટેકનોલોજીને કારણે બાળકોમાં રહેલા રોજિંદા જીવનની નાની નાની બાબતોમાં પણ બીજા પર આધાર રાખવો પડે છે. ત્યારે એ બાબતો ઘણી તકલીફ પહોંચાડે છે. અત્યારના સમયમાં શર્ટને બટન ટાંકવું, ગેસનું સિલીન્ડર બદલવું, પ્રેશર કૂકરનું ઢાંકણ ફીટ કરવું જેવી અતિ સામાન્ય લાગતી પરંતુ બહુ જ જરૂરી અને ઉપયોગી બાબતોની આવડતનો અભાવ બાળકોમાં જોવા મળે છે. શાળાનું દાયિત્વ છે કે શિક્ષણની સાથે સાથે બાળકોમાં જરૂરી એવાં જીવન કૌશલ્યોનું પણ ઘડતર થાય. તો આવા શુભ આશયને ચરિતાર્થ કરવા માટે શાળા દ્વારા ખૂબ જ ઉપયોગી એવાં શર્ટને બટન ટાંકવું, ગેસનું સિલીન્ડર બદલવું, પ્રેશર કૂકરનું ઢાંકણ ફીટ કરવું જેવાં જીવન કૌશલ્યોનો વિશેષ પ્રવૃત્તિ યોજીને ઘડતર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવવા બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરીયા, ડાયરેક્ટર વિજયભાઈ ડાવરીયા તથા રવિભાઈ ડાવરીયા, એજ્યુકેશનલ એડવાઈઝર ડો. પરેશભાઈ સવાણી, શાળાના આચાર્ય મેહુલભાઈ વાડદોરીયા, પ્રાથમિક વિભાગના આચાર્ય અશ્વિનભાઈ કરકરે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર શાળા પરિવારનો આભાર પ્રગટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...