સ્કેચ જાહેર:બારડોલીના બેંકલૂંટ કેસમાં આરોપીઓના સ્કેચ જાહેર, 7 દિવસે પણ લૂંટારૂનું પગેરૂં ન મળ્યું

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી નજીક માેતા ખાતે બેંકમાં ધોળા દિવસે થયેલી લૂંટ પ્રકરણમાં જિલ્લા પોલીસને બનાવના 7માં દિવસે પણ કોઈ પગેરું મળ્યું નથી. બાઇક ઘસડીને ભાગેલા લંુટારુઓ મોતા ગામ સિવાય અન્ય કોઈ જગ્યાના સીસીટીવી દેખાયા હોવાની પણ પૃષ્ટિ પોલીસ કરી શકી નથી.

બેંકમાં લૂંટ કરનારા લૂંટારૂઓ કેમેરાઓમાં કેદ થયા હતા, તે ફૂટેજ જાહેર કરી આરોપીઓને પકડવા જાહેર જનતાની અપીલ કરી હતી. પરંતુ 7 માં દિવસે પણ પોલીસની તપાસમાં કોઈ કડી હાથ ન લાગતાં આખર આરોપીઓના સ્કેચ બનાવી જાહેર કરવામાં આવ્યા હતા. આમ ધોળા દિવસે થયેલી આ લૂંટ મામલે પોલીસે સ્કેચ જાહેર કરીને લૂંટારૂઓને પકડવામાં મદદ કરવા માટે લોકોથી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...