તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કોળી ભરથાણામાં ચકલી પોપટનાં ચિત્રો ઉપર જુગાર રમતાં છ પકડાયા

બારડોલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે ચકલી પોપટનો જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે રેડ કરતાં કામરેજ પોલીસે ચિત્રો ઉપર મુકેલા રોકડા 10320 તથા અંગઝડતીનાં 3510 મળી કુલ 13830 રૂપિયાનો જુગાર પકડી કાર્યવાહી કરી હતી.કોળી ભરથાણા ગામે નવી કોલોની પાસે ચકલી પોપટનાં ચિત્રો પર પૈસા મુકી જુગાર રમાતો હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી.

પોલીસની ટીમે તા. 27મી નવેમ્બરે છાપો મારતા પ્લાસ્ટિકનાં પોસ્ટર ઉપર અંગ્રેજીમાં PAPPU PLAYING PICTURES લખેલા અને ચકલી પોપટ તથા બીજા મોટા દોરેલા ચિત્રો ઉપર અલગ અલગ જગ્યાએ પૈસા મુકેલા હોય. પોસ્ટરની આજુબાજુ કુંડાળુ વળી પાંચેક જણા બેઠેલા હોય પોલીસે તે તમામને ઘેરી લીધા હતા. કુલ 10320 રૂપિયા તથા તમામની અંગ ઝડતી લેતા રોકડા 3510 તથા દરેક પાસેથી એક એક ચિઠ્ઠી મળી હતી.

પકડાયેલા શખ્સો
રાકેશ ભરત પવાર (રહે.વાવ ગામ મજુરોના પડાવમાં મુ રહે. ગાડવીગામ તા. આહવા જી ડાંગ), સુરેશ છગન વસાવા (નવી કોલોની કોળી ભરથાણા), રાહુલ પ્રવિણ પટેલ (નવી કોલોની કોળી ભરથાણા), લાલસિંગ દાસુભાઇ રાઠોડ (કોળી ભરથાણા મજુરોનાં પડાવમાં), લાલુ નગીન રાઠોડ (નવુંફળીયુ કોળી ભરથાણા), અશ્વિન અશોક પવાર (વાવ ગામ મજુરોનાં પડાવમાં)

અન્ય સમાચારો પણ છે...