હાલાકી:કડોદરામાં ડાયવર્ઝન અપાયેલા સર્વિસ રોડ પર ખાડાઓના કારણે કલાકો ચક્કાજામ રહેતા રિક્ષામાં બીમાર મહિલા ફસાઈ

કડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડોદરા ચાર રસ્તા પર બે નેશનલ હાઇવે ભેગા થાય છે તેમજ કડોદરાની આસપાસ ઔદ્યોગિક એકમોના કારણે વાહનોની ભારે અવરજવર રહે છે. કડોદરા ચાર રસ્તા પર વચ્ચોવચ હાલ અન્ડર પાસના નિર્માણ કાર્યને કારણે કડોદરા સુરત તરફના બંને રસ્તાઓ એક કિલોમીટર સીધી સર્વિસ રોડ પર ડાયવર્ઝન છે. આ સર્વિસ રોડ વરસાદના પાણીના ભરવાના કારણે ખાડા પડી જવાથી બેહાલ બન્યા છે આવા રસ્તાઓ પરથી વાહનો ગોકળગતિએ આગળ વધવાના કારણે પાછળ લાંબીલચક વાહનોની લાઈનો લાગે છે.

ડ્રેનેજના કામ માટે પાલિકામાં રૂપિયા જમા કરાવ્યા છે
પ્રોજેકટ શરૂ થયો ત્યારે જ ડ્રેનેજનું કામ પાલિકાને આપ્યું છે અને રૂપિયા જમા કરાવ્યા છે.હાલ પાણીનો ભરાવો થયો રસ્તા ખુલ્લા થશે ત્યારે અમે રોડનું કામ કરીશું. > હિતેશ પટેલ, મદદનીશ ઈજનેર, માર્ગ મકાન વિભાગ

ડ્રેનેજનું કામ ફરી માર્ગ અને મકાન વિભાગને આપી દીધું છે
ડ્રેનેજ બનાવવા હજુ સુધી જગ્યાઓ ખુલ્લી નથી કરી જેના કારણે ડ્રેનેજનું કામ અટક્યું છે. ગત સભામાં ઠરાવ કરી અમે ડ્રેનેજનું કામ ફરી માર્ગ મકાન વિભાગને આપી દીધું છે. > અંકુર દેસાઈ, કારોબારી અધ્યક્ષ

રિક્ષાચાલકથી બહાર ન નીકળતા અંતે 108ને જાણ કરી સામે બોલાવી
બુધવારના રોજ બપોરના સમયે બારડોલીથી કડોદરા તરફની રોડ પર કડોદરા નગરમાં મગન વાડી સુધી ટ્રાફિક હતો જે સમયે એક બીમાર મહિલા રિક્ષામાં સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે આવી રહી હતી તે સમયે ટ્રાફિકમાં રીક્ષા ફસાઈ જતા અને મહિલાની પરિસ્થિતિ વધુ ગંભીર બની જતાં રીક્ષા ચાલકે તરત 108 એમ્બ્યુલન્સને ફોન કરી સામેના રસ્તેથી એમ્બ્યુલન્સ બોલાવી ગણતરીના મિનિટમાં 108 એમ્બ્યુલન્સ આવી જતાં મહિલાને ટ્રાફિકમાં ફસાયેલી રીક્ષામાંથી કાઢી 108 દ્વારા સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...