તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:બારડોલીમાં શ્રીજીની વિસર્જન યાત્રા મૂર્તિ કલેક્શન પોઇન્ટ સુધી નીકળી શકશે

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં ગણેશ મહોત્સવને લઇ વહીવટી તંત્રની યોજાયેલ શાંતિ સમિતિની બેઠક. - Divya Bhaskar
બારડોલીમાં ગણેશ મહોત્સવને લઇ વહીવટી તંત્રની યોજાયેલ શાંતિ સમિતિની બેઠક.
  • જાહેરમાર્ગો સિવાય 4 ફૂટની શ્રીજીની સ્થાપના કરવા માટે મંજૂરી અપાઈ
  • શાંતિ સમિતિની બેઠક મળી પરંતુ અનેક ગણેશ મંડળોને જાણ ન કરતાં નારાજગી

બારડોલી નગરમાં ગણેશ ઉત્સવની ઉજવણી બાબતે શાંતિ સમિતિની બેઠક બારડોલી પ્રાંત અધિકારી વી.એન.રબારી, ડીવાયએસપી રૂપલ સોલંકીની હાજરીમાં બુધવારે પોલીસ સ્ટેશનના હોલમાં મળી હતી. જોકે, ગણેશ મંડળોની પાંખી હાજરીમાં મળેલી બેઠકમાં સોસાયટીઓમાં 4 ફૂટની શ્રીજીની સ્થાપના કરી શકાશે. જાહેર માર્ગો પર ગણેશજીની સ્થાપના થઈ શકશે નહીં. વહીવટીતંત્રે સમયસર જાણ નહિ કરવા બાબતે નગરજનોમાં રોષની ભાવના જોવા મળી હતી.

બારડોલી નગરમાં ગણેશ ઉત્સવ માટેની ગાઈડલાઈન માટે બુધવારે સવારે 11:30 વાગ્યે શાંતિસમિતિની બેઠક મળી હતી. જેમાં નગરની સોસાયટીઓમાં 4 ફૂટની શ્રીજીની સ્થાપના કરી શકશે. નગરના જાહેર માર્ગ પર સ્થાપના કરી શકાશે નહીં. લોકોની ભીડ નહિ થાય, એ રીતનું આયોજન કરવાનું રહેશે. જ્યારે શ્રીજીનું વિસર્જન માટે 50થી 100 મીટરના અંતરે વહીવટીતંત્ર પોઈન્ટ પસંદ કરશે, જ્યાં ગણેશ મંડળોની શ્રીજીની મૂર્તિનું કલેકશન કરવામાં આવશે. જેતે ગણેશ મંડળ પોઈન્ટ સુધી સરઘસ લઈ જઈ શકશે.

પાલિકા આ વખતે કૃત્રિમ તળાવ બનાવશે નહિ. મંડળો પાસેથી લીધેલ શ્રીજીની મૂર્તિની ગરીમાં સાથે દરિયામાં વિસર્જન કરવામાં આવશે. પાલિકાનો ખર્ચ પણ બચી જશે. કૃત્રિમ તળાવમાં વિસર્જિત મૂર્તિ બીજા દિવસે ખંડિત હાલતમાં બહાર કાઢી દરિયામાં વિસર્જન માટે લઈ જવામાં આવતી હતી, જે આ વખતે વિસર્જન દિવસે જ વહીવટીતંત્ર જાતે લઈ મૂર્તિની પુરી ગરીમાં સાથે વિસર્જન કરવા અંગે બેઠકમાં જણાવ્યું હતું.

બેઠક અંગે ગણેશ મંડળોને સમયસર જાણ નહીં કરતાં રોષ
બારડોલી ગણેશ મંડળોમાં ઉત્સવને માત્ર 15 દિવસ બાકી હોય, ગાઈડ લાઇન જાહેર કરવામાં નહિ આવતા મુંઝવણમાં હતા અને રાહ જોઈ બેઠા હતા. ત્યારે બુધવારના રોજ બારડોલી વહીવટીતંત્રએ અચાનક શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરી, માત્ર પાંખી હાજરી વચ્ચે બેઠક કરી હોય, નગરમાં ઘણા ગણેશ મંડળોને સમયસર જાણ નહિ કરતા રોષ પણ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...