તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:સુરત જિલ્લામાં શ્રાવણનો બીજો સોમવાર ભારે રહ્યો, નવા 60 કોરોના પોઝિટિવ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોર્યાસી 1, કામરેજ 2 અને ઓલપાડ 2 મળી કુલ 5ના વધુ મોત, 76 ડિસ્ચાર્જ

સુરત જિલ્લામાં અનલોક 3ના બે દિવસમાં પહેલા દિવસે 48 અને બીજા દિવસે 28 નવા કેસ આવતા કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં ઘટાડો થવાની આશા જાગી હતી, પરંતુ ત્રીજા દિવસે ફરી નવા 60 કેસ આવતા રક્ષાબંધનનો તહેવારનો દિવસ જિલ્લા માટે ભારે રહ્યો હતો. પોઝિટિવ કેસનો કુલ આંકડો 2823 પર પહોંચ્યો હતો. શ્રાવણનો બીજો સોમવાર રાહતરૂપ સાબિત થયો ન હતો. જિલ્લામાં વધુ 5ના મોત થતા કુલ 122 પર પહોંચ્યો હતો. સોમવારે વધુ 76 પોઝિટિવ દર્દીએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કોરોનારૂપી રાક્ષસને હરાવવા દરેક પોતાની ફરજ સમજી ગાઈડ લાઈન મુજબ પાલન કરવાનો એક માત્ર ઉપાય છે.

કામરેજમાં નવા 13 પોઝિટિવ કેસ અને 2 મહિલાના મોત થયાં
સોમવારના રોજ કામરેજ તાલુકામાં નવા 13 કોરોના પોઝિટિવ દર્દીનો ઉમેરો થયો હતો. જેની સાથે કુલ સંખ્યા 688 પર પહોંચી છે. તેમજ આજરોજ બે મહિલાના મોત નીપજ્યા છે. જેમાં કઠોરની 70 વર્ષીય મહિલા અને કામરેજની 55 વર્ષીય મહિલાનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. જેની સાથે કામરેજ તાલુકામાં મોતનો આંકડો 57 પર પહોંચ્યો છે.

બારડોલીમાં નવાં 7 કેસ નોંધાયા
બારડોલી તાલુકામાં નોંધાયેલા સાત કોરોના દર્દીઓ માં 46 વર્ષીય વરાડ રોહિત વાસ 47 વર્ષીય મહિલા બારડોલી બાવીસ ગાળા 52 વર્ષીય પુરુષ બાબેન સાઈ આશિષ 62 વર્ષીય પુરુષ અસ્તાનમાં 60 વર્ષીય મહિલા બારડોલી શાસ્ત્રી રોડ 38 વર્ષીય યુવક મઢી બજાર 42 વર્ષીય પુરુષ તેન અલંકાર હેમ રક્ષાબંધનના દિવસે બારડોલી તાલુકામાં સાત નવા દર્દી નોંધાયા છે

પલસાણામાં 7 પોઝિટિવ
કડોદરા ક્રિષ્નાનગરમાં રહેતો 20 વર્ષીય યુવાન તેમજ કડોદરા નગરમાં આવેલ ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ રહેતી 10 વર્ષીય બાળકી, પલસાણાના પટેલ ફળિયામાં 33 વર્ષીય મહિલા અને 67 વર્ષીય વૃદ્ધા અને રાજપૂત ફળિયામાં 46 વર્ષીય પુરુષ અને અન્ય 2 પોઝિટિવ મળી આવ્યા હતા.

માંગરોળ 4 પોઝિટિવ કેસ
કોસંબા | માંગરોળ તાલુકાના કંટવા ગામે 24 વર્ષનો પુરુષ કોસંબા સરકારી દવાખાના પાસે 37 વર્ષની મહિલા કોસંબા એન્જોય રેસિડન્સીમાં 42 વર્ષનો પુરુષ તેમજ મોસાલીમાં 72 વર્ષનો પુરુષ પોઝિટિવ નોંધાયા છે.

જિલ્લામાં વધુ 5 મોત
જિલ્લામાં સોમવારે વધુ 5 કોરોના પોઝિટિવ દર્દીના સારવાર બાદ મોત થયા હતા. ઓલપાડમાં 72 વર્ષીય વૃદ્ધ, કિમમાં 55 વર્ષીય પુરુષનું મોત, કામરેજમાં 55 વર્ષીય મહિલા અને કઠોરના 70 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું. ચોર્યાસીના કનકપુરમાં 84 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું.

બારડોલી કોવિડમાં સારવાર લઈ રહેલા 6 દર્દીએ કોરોનાને આપી માત
બારડોલી નગરની સત્યાગ્રહ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા 23 કોરોના પોઝિટિવ દર્દીઓમાં 6 દર્દીઓએ કોરોનાને માત આપતા સોમવારે રજા આપવામાં આવી હતી. તાજેતરમાં શરૂ થયેલા બારડોલી કોવિડ કેર સેન્ટરમાં સોમવાર સુધી સારવાર હેઠળ 17 પુરુષ અને 6 મહિલા મળી કુલ 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાં રક્ષાબંધન તહેવારના દિવસે 6 દર્દીઓ કોરોનાને માત આપતા તેમને ઘરે જવાની રજા આપવામાં આવી હતી. કોરોનાનાં 6 દર્દીઓને રક્ષાબંધન તહેવાર ફળ્યો હતો.

કડોદરા આરોગ્ય કેન્દ્રના કર્મચારીનું પ્લાઝમાનું દાન
કોરોના મહામારીમાં ગંભીર રીતે પીડાતા દર્દીઓ માટે અતિઉપયોગી એવા પ્લાઝમા કણનું કડોદરા આરોગ્ય કેન્દ્રના કર્મચારી વિપુલભાઈ ગોદાવરિયાનાઓ દાન કરી ખરા અર્થમાં કોરોના વોરિયર બન્યા હતા.

જિલ્લામાં નોંધાયેલ કેસ

તાલુકાકેસકુલ
ચોર્યાસી21419
ઓલપાડ2348
કામરેજ13688
પલસાણા7406
બારડોલી7409
મહુવા5137
માંડવી3128
માંગરોળ2250
અન્ય સમાચારો પણ છે...