મોસાલી પોસ્ટ ઓફિસ ખાતે એક રૂપિયા અને બે રૂપિયા કોર્ટ ફી સ્ટેમ્પ છેલ્લા ત્રણ અઠવાડિયાથી અછત. જિલ્લામાંથી નાની કિંમતની આ સ્ટેમ્પનો પુરવઠો આવતો ન હોય. હાલ નાના મોટા કામ માટે વપરાતી આ કોર્ટ ફી ન મળતાં આમ જનતા હેરાન થઈ રહી છે. જેમાં ખાસ કરીને મામલતદાર કચેરીમાં વિવિધ દાખલાઓ માટે આવતાં લોકો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મુસીબતમાં મુકાઈ રહ્યાં છે.
મોસાલી પોસ્ટ ઓફિસ માં કોર્ટ ફી ની સ્ટેમ્પ કિંમત 1 અને 2 રૂપિયાની માંગણી કરતાં કોર્ટ ફી સ્ટેમ્પ ન હોવાનું પોસ્ટ ઓફિસમાંથી જણાવવામાં આવે છે. ત્રણ અઠવાડિયાથી પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં કોર્ટ ફીની અછત છે. . સરકારી કચેરીમાં આવકનો દાખલો, જાતીનો દાખલો, આર્થિક અનામત માટેનો દાખલો જેવા વિવિધ કામોમાં 1 થી 3 રૂપિયાની કિંમતની સ્ટેમ્પ સરકારી કામમાં લગાવવામાં આવે છે. માંગરોળ તાલુકાનું મોસાલી વડુ મથક છે.
જ્યાં તાલુકા પંચાયત, મામલતદાર અને સિવિલ કોર્ટ છે. જેમાં આવતાં હજારો લોકોને રોજ નાના મોટા કામ માટે આવી કોર્ટફી સ્ટેમ્પની જરૂર પડે છે. જેમાં ખાસ મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આવતાં હોય. તે લોકોને વિવિધ દાખલા કઢાવવા કોર્ટ ફીની સ્ટેમ્પ લગાવવી પડે છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં 3 અઠવાડિયાથી કોર્ટ સેમ્પ મળતી ન હોય. લોકો મુજવાય છે અને કામ પૂર્ણ કર્યા વગર પરત જવું પડે છે.
અરજી પર સ્ટેમ્પ લગાવની હોય છે
પોસ્ટ ઓફિસમાં કોર્ટ ફી સ્ટેમ્પ મળતી ન હોય. અરજદારે અરજી ઉપર ફરજિયાત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની હોય અને કામ કરાવવું પણ જરૂરી હોય. જેથી યેનકેન પ્રકારે ખાનગી વ્યક્તિઓ પાસેથી કોર્ટ ફી સ્ટેમ્પ મેળવવા મજબૂર કરવું પડે છે.
ત્રણ અઠવાડિયાથી સ્ટેમ્પની અછત
મોસાલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી કોર્ટ ફી સ્ટેમ્પનો પુરવઠો પૂર્ણ થયો છે. નવો પુરવઠો મંગાવવા માટે સુરત મેઈન ઓફિસમાં માંગ કરવામાં આવી છે. પરંતુ ટીકિટની અછતને કારણે માંગ પૂર્ણ થઈ નથી. મનોજભાઈ, પોસ્ટ માસ્ટર મોસાલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.