તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:હવે બારડોલીમાં દુકાનો સવારે 7થી સાંજે 7 સુધી જ ખુલ્લી રહેશે

બારડોલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધતા સંક્રમણને અટકાવવા વેપારીઓનો નિર્ણય

બારડોલી નગરમાં કોરોના બ્લાસ્ટ થતાં નગરજનો ચિંતિત થયા છે. આવા સંજોગમાં બારડોલી ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓએ સોમવારે વેપારીઓ, દુકાનદારોની મિટિંગ કરી હતી. જેમાં નગરમાં કોરોનાના વધતા કેસને અટકાવવા સ્વૈચ્છિક સવારે 7 થી સાંજે 7 સુધી 12 કલાક જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં દરેક ધંધા રોજગારી વાળાઓને સહકાર આપવા જણાવ્યું હતું.

બારડોલી નગરમાં કોરોના કેસ ઘટતા નથી. આવા સંજોગમાં ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓએ સોમવારે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરના વેપારીઓ, દુકાનદારો સહીત હાજર રહેવા જણાવ્યું હતું. સાંજે 6 વાગે શરૂ થયેલ મિટિંગમાં ચર્ચા કર્યા બાદ સર્વાનુમતે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાત્રે 7થી સવારે 7 સુધી બંધ રાખવાનું સ્વૈચ્છીક નિર્ણય લેવામાં આવ્યો. જેમાં દરેકને સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી હતી.

નગરમાં વધતા કોરોનાને નાથવા માટે વેપારી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સના નિરંજન માનજીએ દુકાનદારોને કોવિડ લાઈનનું પાલન કરી બીજાને પાલન કરાવવા જણાવ્યું હતું. દુકાનદારો પહેલા પોતે માસ્ક પહેરે, ત્યારબાદ ગ્રાહકોને માસ્ક પહેરવાની સૂચના આપવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો