ક્રાઇમ:બારડોલી શાકમાર્કેટમાં 2 જુથો બાખડતાં વેપારીને ગંભીર ઇજા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી શાક માર્કેટમાં થયેલી મારામારી બાદ સ્થળ પર ઉપસ્થિત લોકટોળું - Divya Bhaskar
બારડોલી શાક માર્કેટમાં થયેલી મારામારી બાદ સ્થળ પર ઉપસ્થિત લોકટોળું
  • દુકાનના શેડમાં ટેમ્પો અડી જતાં થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો
  • હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માગ સાથે હિન્દુ સંગઠનો મેદાને

બારડોલી નગરના લીમડાચોક વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતાં બે પક્ષ વચ્ચે દુકાનની આગળ પ્લાસ્ટિકનો સેડ લંબાવવા બાબતે બોલાચાલી થતી હતી. જેમાં રવિવારના રોજ ઉગ્ર બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. યુવકને માર મારતા ઇજાગ્રસ્ત વેપારી યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠનોને થતાં ઘટનાને વખોડી હતી.

બારડોલી પોલીસના જણાવ્યા મુજબ શાકભાજી માર્કેટમાં શનિવારના રોજ પિન્ટુભાઈ રામજીભાઇ શાહ પોતાની શાકભાજીનો ભરેલો ટેમ્પો લઈ બારડોલી શાકભાજી માર્કેટમાં લઈ આવતો હતો, ત્યારે દુકાનની બાજુમાં આવેલ આબિદ અનવરલીની દુકાનના સેડ સાથે ટેમ્પો અડી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી રવિવારના રોજ ફરી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આબીદ અનવર અલી અન્ય સાથે ભેગાં મળી ગેરકાયદે મંડળી રચી પિન્ટુ શાહને માર મારતા ઇજા ગ્રસ્ત થયો હતો. અને સારવાર અર્થે ખસેડાયો હતો.

પોલીસે જાહેરમાં લડાઈ ઝઘડો કરનાર બન્ને પક્ષના પિન્ટુ રામજીભાઇ શાહ, પ્રદીપ રામજીભાઇ શાહ (રહે શાલિગ્રામ સોસાયટી ધામદોડ રોડ બારડોલી) તેમજ આબિદ અનવરઅલી રાયન, સાદીક અનવરઅલી રાયાન (રહે આશિયાના નગર બારડોલી) સહિત અન્ય 5થી7 ઈસમો વિરુદ્ધ બારડોલી પોલીસ ફરિયાદી બની ગુનો નોંધ્યો હતો, અને આગળની તપાસ હાથ ધરી હતી. બારડોલીના હિન્દુ સંગઠનોએ ઘટનાને વખોડી સોમવારના રોજ શાકભાજી માર્કેટ બંધ રાખવા વેપારીઓને અપીલ કરી હતી.

હુમલાખોરની અટક થતાં માર્કેટ બંધનું એલાન પરત ખેંચાયું
બારડોલી શાકભાજી માર્કેટમાં જાહેરમાં મારામારી કરી એક યુવકને ઇજાગ્રસ્ત કરવાના બનાવમાં બારડોલી વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ શાકભાજી માર્કેટ સોમવારે બંધ રાખવા અપીલ કરી હતી, જોકે પોલીસે તમામ આરોપીને ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરતા મોડી સાંજે હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલ માર્કેટ બંધનું એલાન પરત ખેંચવા અંગે જયેશભાઇ દવેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...