હોદ્દેદારો વરણી:સહકાર ભારતીની બેઠકમાં નવા સંગઠનના હોદ્દેદારોની વરણી

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં સુરત જિલ્લા સહકાર ભરતીની બેઠક, પ્રમુખ તરીકે હેમંત જોશી

સુરત જિલ્લા સહકાર ભરતીની બેઠક બારડોલી ખાતે મળી હતી, જેમાં નવા સંગઠનના ની વરણી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ તરીકે ધી બારડોલી નાગરિક સરકારી બેન્કના ચેરમેન્ ડો. ચેતનભાઈ સી. પટેલ, સંગઠન પ્રમુખ મિતુલ ડી. પટેલ, પ્રમુખ સમીરભાઈ જે પટેલ, ચેતનભાઇ જી. પટેલ, મંત્રી અરવિંદભાઈ જાદવ, નિલેશભાઈ ગુપ્તા કોસાધ્ય હિતેશભાઈ પારેખની વરણી કરવામાં આવી હતી.

સહકાર સપ્તાહની ઉજવણીમાં સુરત જિલ્લા સહકારી ભરતીના સંગઠન પ્રમુખ હેમંતભાઈ જોશીએ સૌને આવકાર્યા હતા. દક્ષિણ ગુજરાતના સંયોજક પ્રવીણભાઈ ટેલરે સરકાર ભારતીની વિસ્તૃત પરિચય આપી સરકાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વિસ્તૃત પરિચય આપી સહકાર સપ્તાહ ઉજવણીના મુખ્ય ઉદ્દેશ સરકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સભ્યો કાર્યકર્તાઓ હોદ્દેદારો કર્મચારીઓને તેઓએ ક્ષેત્રમાં સંકળાયેલા હોય તે ક્ષેત્રની સમગ્ર સહકારી પ્રવૃત્તિ ની પ્રગતિની સમીક્ષા કરવાની તેમ જ તેમના પ્રશ્નો સમસ્યાઓ અંગે ચર્ચા કરવાની તક પૂરી પાડવાનો છે.

આ ઉપરાંત સરકારી ક્ષેત્રની સિદ્ધિઓ ક્ષતિયો પડકારો અને તેના ઉકેલ માટે સાધનો શોધવા તેમજ પ્રવૃત્તિઓનો ભાવિક કર્તવ્ય પર કેવો હોવો જોઈએ તે માટે આત્મચિંતન કરવાની પૂરી પાડે છે. આ સાથે SCOBA સ્કોબાના હાલ નવ નિયુક્તના ચેરમેન ગૌતમભાઈ ઉમિયાશંકર વ્યાસનું સહકાર ભારતી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...