નિમણુંક:સુરત જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારોની વરણી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજેન્દ્ર સિંહ ચૌહાણ - Divya Bhaskar
રાજેન્દ્ર સિંહ ચૌહાણ

સુરત જિલ્લા આચાર્ય સંઘની વાર્ષિક સાધારણસભા બારડોલી બીએબીએસ હાઈસ્કૂલ ખાતે યોજાઇ હતી. આચાર્ય સંઘના પ્રમુખપદે રાજેન્દ્રસિંહ ચૌહાણની વરણી થઇ છે.

જિલ્લા આચાર્ય સંઘની વાર્ષિક સાધારણ સભા 1 બારડોલી બી.એ.બી.એસ હાઈસ્કૂલ ખાતે યોજાઇ હતી. સભામાં સુરત જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારોની વર્ષ 2022-23 ની વરણી કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખપદે રાજેન્દ્રસિંહ દીપસિંહ ચૌહાણની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

જ્યારે મહામંત્રી તરીકે મુકેશભાઇ.પટેલ, ઉપપ્રમુખ તરીકે સુભાષભાઈ પટેલ, હિરેનકુમાર પાઠક, મંત્રી તરીકે અનિલ ચૌધરી, ગિરિધર ટંડેલ, વિજયકુમાર પટેલ, રીતેશકુમાર પટેલ, મયુરકુમાર પટેલ કોશાધ્યક્ષ તરીકે પરેશકુમાર રોહિત , સંગઠન મંત્રી તરીકે પરેશકુમાર વસાવા, ભુપેન્દ્રકુમાર ચૌધરી, અન્વેષક તરીકે સતિશભાઈ પટેલ અને મહિલા પ્રતિનિધિ તરીકે સૂચિતા સોલંકીની વરણી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...