તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પસંદગી:મદ્રેસા હાઈસ્કૂલના શિક્ષકની ઈનોવેટિવ શિક્ષકમાં પસંદગી

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

બાળકો રમકડાના માધ્યમથી ભણે અને પોતાના કલ્પના શક્તિ વિકસાવે તે હેતુથી રાજ્યભરમાં રમકડાં મેળાઓનું આયોજન થઈ રહ્યું છે. તાજેતરમાં બારડોલી તાલુકા કક્ષાએ મેળામાં 26 શિક્ષકોએ ભાગ લીધો હતો, જેમાં મદ્રેસા હાઈસ્કૂલના માધ્યમિક વિભાગના શિક્ષક ચિરાગભાઈ પોપટે બનાવેલ રમકડું ` વન ટુ ચા ચા ચા ` તજજ્ઞો સમક્ષ રજૂ કર્યું હતું, જેના પર પ્રશ્નોતરી થઈ હતી.

બી.આરસી ભવનના નિર્ણાયકોએ આ રમકડાને પ્રથમ કૃતિ આપીને સન્માનિત કર્યું હતું. ત્યારબાદ 28 અને 29મી જાન્યુઆરીએ જીસીઈઆરટી દ્વારા આયોજિત સુરત જિલ્લા કક્ષાનો પ્રથમ વર્ચ્યુઅલ રમકડા મેળો યોજાયો હતો. લગભગ 150 કૃતિમાંથી મેળામાં પણ તેમની કૃતિ પસંદગી પામી છે. તેઓ રાજ્યકક્ષાએ પોતાનું રમકડું રજૂ કરશે. ચિરાગભાઈ પોપટ આ અગાઉ પણ રાજ્યના ઈનોવેટિવ શિક્ષકમાં પસંદગી પામી ચૂક્યા છે. તેમણે બનાવેલ સામાજિક વિજ્ઞાન લાઈવ ક્લાસરૂમમાંથી શિક્ષકો પ્રેરણા લઈ રહ્યાં છે. આચાર્ય સાબિરભાઈ પટેલે શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો