આયોજન:બારડોલી કોલેજની ફૂટબોલ બહેનોની ટીમનું યુનિર્વસિટીમાં સિલેક્શન

બારડોલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
10 કોલેજના 34 ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો. - Divya Bhaskar
10 કોલેજના 34 ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો.
  • 10 કોલેજના 34 ખેલાડી બહેનોએ ભાગ લીધો

બારડોલીની પી. આર. બી. આર્ટ્સ એન્ડ પી. જી. આર. કોમર્સ કોલેજમાં ફૂટબોલનાં મેદાન પર રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફુટબોલ બહેનોની ટીમનુ સિલેક્સનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 10 કોલેજના 34 ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પસંદ થયેલ ટીમ ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં ગ્વાલિયર મુકામે જશે.

પસંદગી સમિતિનાં સભ્ય તરીકે ડૉ. મોહમ્મદ હાસમ ધૂપલી, ડૉ. મયુર પટેલ અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી. પ્રા.ચિરાગભાઈ પિયુષભાઇ દેસાઈએ સેવા આપી હતી. કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.વી.જી. ચૌધરી સાહેબ, યુનિવર્સિટીનાં ડાયરેક્ટર ડેવિડ પોલ, સેનેટ મેમ્બર ડૉ. મિનેશ નિઝામા, શારીરિક શિક્ષણનાં અધ્યાપકો હાજર રહી ખેલાડી બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...