તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી ફ્લેશબેક 2020:કોરોના કાળમાં લોકોની વિપદા જોઈ આત્મા દ્રવી ઉઠી પરંતુ લોકોની સેવા કરવાથી આત્મસંતોષ પણ મળ્યો

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનારૂપી આફતની સામે અડીખમ રહી સમાજને હિંમત આપનારાઓએ કહ્યું...

કોરોના મહામારીમાં લોકડાઉન આવતા જ લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. એક તરફ કોરોના મહામારી ફેલાવાનો ડર, બીજી તરફ લોકડાઉન વધી જતાં રોજેરોજ લાવીને ખાતા પરિવારો માટે પેટનો ખાડો પુરવાની ચિંતા સતાવી હતી. આવા સમયે બારડોલીની સેવાભાવી સંસ્થાઓ સહિત દાતાઓ આગળ આવી ગરીબ પરિવારોને રાશનથી લઈ ભોજનની સેવા આપી હતી. પોલીસ , આરોગ્ય વિભાગ સહિત કોરોના મહામારીમાં લોકોની સેવા માટે ખડે પગે સેવા આપી છે. કોરોના મહામારીના કારણે લોકો પર આવી પડેલ વિપદા જોઈ અંતર આત્મા દ્રવી ઉઠ્યું, પરંતુ આ સમયે જે સેવા કરવાનો મોકો મળ્યો એની ખુશી પણ છે.

વાંકલના યંગ સ્ટાર ગ્રુપે 15 હજાર લોકોને ઘર બેઠા ભોજન પૂરું પાડ્યું
વાંકલ ગામ ના નવ યુવાનો ના યંગ સ્ટાર ગ્રુપે લોક ડાઉન ના સમયે લોક સહયોગથી 20 ગામના 15 હજાર જરૂરિયાતમંદ ગરીબ લોકોને ઘર આંગણે જઇ તૈયાર ભોજનની સેવા પૂરી પાડી માનવતાનું અનેરૂ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું હતું. યંગ સ્ટાર ગ્રુપના અગ્રણી સંતોષભાઈ મૈસુરીયા પ્રિયાંકભાઈ ચૌધરી સંકેત પટેલ વગેરે યુવાનોએ વિસ્તારના ગરીબ જરૂરિયાત મંદ પરિવારોની લોક ડાઉનમાં દયનીય દશાથી વ્યથિત થઈ નાનકડો સેવાયજ્ઞ વાંકલ અંબાજી મંદિર ખાતે લોક સહયોગથી શરૂ કર્યો હતો. આ સેવાયજ્ઞમાં યુવાનોની મહેનત સેવાભાવના થી અનેક દાતાઓ પ્રભાવિત થઈ સહયોગ આપ્યો હતો જેથી વાંકલ વિસ્તારના સંપૂર્ણ આદિવાસી ધરાવતા 20 જેટલા ગામોમાં ઘર આંગણે ભોજન પૂરું પાડી માનવતા મહેકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો