માંડવી તાલુકાના ટુકેદ વિસ્તારમાં આવેલ પથ્થરની ખાણમાં પાણીમાં નાહવા પડેલ આધેડ ડૂબી ગયાનું જણઆવતાં સ્થાનિક રહીશોએ શોધખોળ આદરી હતી, પરંતુ પત્તો ન લાગતાં માંડવી, બારડોલી ફાયરને આ અંગેની જાણ કરતાં બંને ટીમોને શોધખોળ આદરી હતી.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટુકેદ ગામના પટેલ ફળિયામાં રહેતા ગોવિંદ રેમા ચૌધરી (65) જેઓ ઘણીવાર ક્વોરીમાં પથ્થરની ખાણમાં નાહવા જતા હતાં. ઘટનાના દિવસે પણ ગોવિંદભાઈ પાણી ભરેલ ખાણમાં નાહવા પડ્યા હતાં. પંરતુ અગમ્ય કારણોસ પાણીમાંથી બહાર નીકળી શક્યા ન હતાં. ઘરે ન પહોંચતાં શોધખોળ દરમિયાન કપડા તથા ચંપલ પાણી ભરેલ ખાણીની બાજુમાંથી મળી આવી હતી.
પાણીમાં ડુબી ગયેલાનું માનવામાં આવ્યું હતું અને શોધખોળ કરવા પછી પણ પત્તો ન લાગતાં માંડવી તથા બારડોલી ફાયરને જાણ કરતાં બંને ટીમોએ શોધખોળ આદરી હતી, પંરતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. ટુકેદના સરપંચ કમલેશભાઈ ચૌધરી સહિત આગેવાનો તથા યુવાનોએ પણ લાશ મળી આવે તે માટે અથાગ પ્રયત્નો હાથ ધર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.