તાલુકાના કોસંબા પાસે મરઘા કેન્દ્ર પાસેથી પસાર થતી નહેરમાં તારીખ 2 જૂન વહેલી સવારના એક પુરુષ ઇસમની લાશ મળી હતી આ ઘટનાની અંદર મૃતકને મોઢા ઉપર પથ્થર મારીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અંદાજ દેખાતું હતું. આ ઘટનામાં કોસંબા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતાં મૃતક ભંગાર વીણીને ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું હતું ,અને તેની હત્યા તેની સાથે ભંગાર નો કચરો વીણતા ત્રણ ઈસમો દ્વારા ભંગારના નાણાં બાબતે હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે ત્રણની ધરપકડ કરી છે.
માંગરોળ તાલુકાના કોસંબા ગામે જૂના જકાતનાકા મરઘા કેન્દ્ર વિસ્તાર માં થી પસાર થતી એક સબમાઈનોર નહેરમાં એક 45 વર્ષના ઉંમરના આસરાના યુવકની મૃત હાલતમાં લાશ મળી આવી હતી તેનું મોઢું છૂડેલું વ્યવસ્થામાં હોય પોલીસે તપાસ કરતા નથી માત્ર દસ ફૂટના દૂર લોહીથી ખરડાયેલો પથ્થર મળી આવ્યો હતો. જેથી આ યુવકની પથ્થર મારીને હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે પહેલા અકસ્માત મોતનો ગુનો નોંધી ત્યારબાદ પોસ્ટમોર્ટમ ના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા આ મૃતક ઈસમ મામાં નામે ઓળખાતો હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ માં તેનું નામ પ્રકાશ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું વિસ્તારમાં રહી કચરો વીણવાનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
પ્રકાશની સાથે સાંજે ત્રણ ઈસમો ફરતા હતા અને એક જગ્યાએથી દારૂની કોથળી લીધી હોવાનું સામે આવ્યું હતું. કુંવરદાના નવા ફળિયામાં રહેતો દિપક સુરેશ વસાવા અને કોસંબા રેલવે સ્ટેશન પર રહેતો મહેશ કાળુ આ ત્રણ ફરતા જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કોસંબા પોલીસે આ ત્રણેયને એક પછી એક ઉઠાવી ત્રણેયની અલગ અલગ રીતે તપાસ કરતા ત્રણેય જણાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે પ્રકાશ ઉર્ફે મામાને તેમણે પથ્થર મારી તેમજ શિક્ષણ હથિયાર દ્વારા ઇજા પહોંચાડી તેનું ખૂન કરી લાશ નહેરના પાણીમાં નાખી હતી.
પોલીસે તેમની કબૂલાતના આધારે ત્રણેયની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરી છે. આ ત્રણે પોતાની કબૂલાતમાં જણાવ્યું હતું કે પ્રકાશ ઉર્ફે મામા સાથે તેમને ભગાર ના નાણાં બાબતે બોલાચાલી થઇ હતી, અને તે બોલાચાલીમાં ઝઘડો થતાં તેમણે તેણે મારી મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.