LCBની સફળ ટ્રેપ:સાયણ ગામે ઘરમાં સંતાડેલ 1.41 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો, સાયણના કુખ્યાત બુટલેગરની અટક કરાઈ, 2 વોન્ટેડ

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાની એલ.સી.બી પોલીસે સાયણ ગામે મકાનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કુખ્યાત બુટલેગરની અટક કરી છે. જ્યારે અન્ય 2 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સુરત જિલ્લા એલ.સી.બી પોલીસના એ.એસ.આઈ મહેન્દ્રભાઈ શનાભાઈ અને હે.કો વિક્રમને બાતમી મળી હતી કે, સાયણ ગામે મહાદેવ નગરમાં રહેતો દીપેશ ઉર્ફે લાલુ મહેતાએ ગાયત્રી નગર સોસાયટીમાં ભાડાનું મકાન રાખી વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે. અને ત્યાંથી સગેવગે કરનારો છે. જે બાતમી આધારે પોલીસે રેડ કરી સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો નંગ 804 કિંમત રૂપિયા 1,41,050/- નો મુદ્દામાલ કબ્જે કરી દીપેશ ઉર્ફે લાલુની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ગીરીશભાઈ ઉર્ફે મામૂ મોહનભાઇ પટેલ અને વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર વિપુલ મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...