તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Sardar Started Freedom Movement With Bullock Cart, You Have To Travel To Delhi With Tractor: Tikait

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આહવાન:સરદારે બળદગાડાથી આઝાદીનું આંદોલન શરૂ કર્યું હતું, તમારે ટ્રેક્ટર લઈ દિલ્હી કૂચ કરવાની છે: ટિકૈત

બારડોલી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બારડોલી કેદારેશ્વર મંદિરે મળેલી મહા પંચાયતમાં ખેડૂતોને આહવાન

બારડોલીના કેદારેશ્વર મંદિરના પટાંગણમાં સંયુક્ત કિસાન મોર્ચા ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ ગુજરાત દ્વારા ખેડૂત આંદિલનના નેતા રાકેશ ટીકૈત તેમજ ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સુરત તાપી જિલ્લાના ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂત મહા પંચાયતમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર સાથે ખેડૂતોના નવા ત્રણ કાયદા ને કાળા કાયદા ગણાવી પરત ખેંચવા માટે આંદોલન વધુ તીવ્ર બનાવવા ગુજરાતનાં ખેડૂતોને આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી.

ટિકૈતે સરકાર પર વધુ કટાક્ષ કરતાં જણાવ્યુ કે 4 માસથી ખેડૂત આંદોલન કરે છે અને સરકારને દરકાર નથી 250 થી વધુ ખેડૂતો શહીદ થયા છે અને સરકારના પેટનું પાણી હલતું નથી. ખેડૂત આંદોલનના મહામંત્રી યુદ્ધવીર સિંહે ખેડૂતોને સંબોધન કરતાં એમ.એસ.પી વિષે વિસ્તૃત માહિતી આપી હતી સાથેજ એમએસપી નાબૂદ થતાં ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવશે ખેતીની ઉપજોની સંગ્રહ ખોરી વધશે અને ખેડૂતોને ઉત્પાદનના ઓછા ભાવ મળસે તો 2011 માં તત્કાલિન ગુજરાતનાં મુખ્ય મંત્રી એ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી કે ખેડૂતોને ટેકાના ભાવો સરકારે જાહેર કરવા જોઈએ અને આજે પ્રધાન મંત્રી બનતા એમ.એસ.પી નાબૂદ કરવાનો કાયદો યોગ્ય નથી.

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટીકૈતે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે આઝાદીના આંદોલનમાં પણ બારડોલી સરદાર સાહેબની કર્મ ભૂમિથી આંદોલનની શરૂઆત થઈ હતી અને ગુજરાતનાં ખેડૂતો વિના દિલ્હીનું આંદોલન અધૂરું છે. સરદાર સાહેબે ગાળાથી આંદોલન કર્યું હતું તેમ ખેડૂતો ટ્રેક્ટર લઈ આંદોલનમાં જોડાવો એવી અપીલ સાથે ખેડૂતોને આંદોલનમાં જોડાવા જણાવ્યુ હતું. દિલ્હી સુધી જે ખેડૂતો ન આવી શકે તો સ્થાનિક લેવલે પણ કૃષિ બિલના વિરોધમાં આંદોલનો આપવા જોઈએ. પોલીસના ખેડૂતો સાથેના વર્તન પર પણ કટાક્ષ કરતાં ટીકૈતે સરકારને આડે હાથે લીધી હતી. અંતમાં સૌ ખેડૂતોનો આભાર માની સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલએ આભાર વિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો