તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરાના વાઇરસ:કોરોના પોઝિટિવ મહિલાને લેવા ગયેલા 2 પૈકી એકના સેમ્પલ લેવાયા

બારડોલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલીના તાઈવાડમાં શનિવારે એક મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા વહીવટીતંત્ર સમગ્ર વિસ્તારને કન્ટેઇનમેન કરાયો હતો. મહિલા અમદાવાદથી આવી હોય,  જેને કડોદરા લેવા બારડોલીથી 2 યુવાનો કારમાં  ગયા હતા. જેમાં એકનો મંગળવારે આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે, જ્યારે બીજાનો બુધવારે સેમ્પલ લેવાશે. 

બારડોલીમાં પહેલો કોરોનાનો કેસ અમદાવાદથી આવેલી મહિલાનો આવ્યો હતો. પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગે વિસ્તારને કન્ટેઇનમેન કરી મહિલાના સંપર્કમાં આવેલાને હોમ કોરોન્ટાઇન કર્યા હતા. મંગળવારે મહિલાને કડોદરા કાર લઈને લેવા ગયેલા 2 યુવાનોમાં  એક યુવકનો સેમ્પલ લેવાયા છે. જ્યારે બીજા યુવકનો બુધવારે લેવાશે. મંગળવારે 22 સેમ્પલ લેવામાં આવ્યા છે. બારડોલીમાં અત્યાર સુધીમાં 781 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 742ના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. 39 સેમ્પલના રિપોર્ટ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો