તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મઢી સુગર ફેકટરીની ચૂંટણીબાદ શુક્રવારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે બોર્ડની મિટિંગ મળી હતી. જેમાં પ્રમુખ માટે 2 નામ આવતા ચૂંટણી થઈ હતી. જેમાં પૂર્વ પ્રમુખ સમીરભાઈ ભક્ત 6 મતે વિજેતા થયા હતા. બીજી ટર્મ સંસ્થામાં પ્રમુખ તરીકે ફરજ બજાવશે, જ્યારે ઉપ પ્રમુખ તરીકે અલ્પેશભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
બારડોલી તાલુકાની મઢી સુગરની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ સમીરભાઈ ભક્તની સહકાર પેનલ અને પૂર્વ ઉપ પ્રમુખ કેતનભાઈ પટેલની પરિવર્તન પેનલ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં સહકાર પેનલનો વિજય થયો હતો. શુક્રવારે મઢી સુગરના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરની માટે પ્રથમ બોર્ડની મિટિંગ મળી હતી. જેમાં પ્રમુખ તરીકે સમીરભાઈ ભક્તના નામની દરખાસ્ત ડિરેકટર હરીશ લાલસિંગભાઈ ચૌધરીએ કરતા, પ્રમુખ માટે સામે જીતુભાઇ પટેલના નામની દરખાસ્ત કિરીટભાઈ વસાવાએ કરતા પ્રમુખ માટે થયેલ ચૂંટણીમાં 20 ડિરેકટરોમાં સમીરભાઈ ભક્તને 13 મત , જ્યારે જીતુભાઇ પટેલને 7 મત મળ્યા હતા. જેથી પ્રમુખ તરીકે સમીર ભક્તની વરની કરવામાં આવી હતી. જ્યારે ઉપ પ્રમુખ તરીકે અલ્પેશ મગનભાઈ પટેલના નામની દરખાસ્ત માધુભાઈ ચૌધરીએ કરી હતી, સામે બીજું કોઈની દરખાસ્ત નહિ આવતા બિન હરીફ વરણી કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.