તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:સગીરાની આપઘાત કરવાની તૈયારી હતી, 181ની ટીમે બચાવી

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક સાથે પ્રેમ થતાં પરિવાર પલસાણા રહેવા આવ્યુ હતુ

મૂળ મહારાષ્ટ્રીયન પરિવારની સગીર દીકરીને કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હોય. તેની જાણ માતાને થતાં પલસાણા તાલુકામાં રહેવા આવી ગયા હતાં. યુવતીને ફોન જોઇતો જે અંગે પરિવારે મનાઈ કરતાં યુવતી આત્મહત્યા કરવાની કોશિશ કરતી હોય આ દરમિયાન 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવતીનું કાઉન્સીલીંગ કરી બચાવી લીધી હતી. 31મીના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામમાંથી એક જાગૃત વ્યક્તિનો 181 પર ફોન આવ્યો હતો. જણાવ્યું હતું કે મારી ભત્રીજી મરવાની ધાક ધમકી આપે છે.

જેથી 181ની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે આત્મહત્યાની ધમકી આપનાર સગીરા છે. પરિવાર મૂળ મહારાષ્ટ્રીયન હોય સગીરાને ત્યાં એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે અંગેની જાણ માતાને થઈ હતી. સગીરાને ઠપકો આપી ઘરેથી નીકળી જવા જણાવ્યું હતું. પરિવાર ગુજરાતના પલસાણા ખાતે આવી ભાડેના મકાનમાં રહેતા હતાં. સગીરાને મોબાઈલ જોઇતો હોય જે આપવાની માતાએ ના પાડતાં સગીરા આત્મહત્યા કરવાની ધમકી આપી ઘર બંધ કરી દીધુ હતું.

181ની ટીમે યુવતી સાથે વાતચીત કરી ઘરનું બારણું ખોલાવ્યું હતું. રૂમમાં યુવતી પંખા સાથે દુપટ્ટો બાંધેલ હતો, બેડ પર ખુરસી મુકી આત્મહત્યા કરવાની તૈયાર કરી હોવાનું જોવા મળ્યું હતું. ત્યારબાદ સગીરાનું કાઉન્સીલિંગ કરી આશ્વાસન આપી આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરી હતી. સાથે સાથે માતાનું પણ કાઉન્સલિંગ કર્યું હતું. જિંદગી જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. યુવતીનું નિવેદન લેવા માટે ગંગાધરા આઉટ પોસ્ટ પર બોલાવી હતી અને ફરી આત્મહત્યા ન કરવાની લેખિત બાંહેધરી લીધી હતી. 181ની ટીમ સમયસર પહોંચી જતાં એક સગીરા આત્મહત્યા કરવાથી બચી હતી.

અન્ય સમાચારો પણ છે...