છેડતી:વિધિના બહાને મહિલાની છેડતી કરનારો સાબિર બાપુ જેલભેગો

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે જામીન ફગાવતા લાજપોર જેલમાં મોકલી દેવાયો

બારડોલીના વિધર્મી યુવકે બાપુ બને દલિત મહિલાની વિધિના નામે છેડતી કરવાના ગુનામાં લંપટ બાપુને પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે સાબિર બાપુના જામીન ના મંજૂર કરી પોલીસ કસ્ટડી માટે લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.બારડોલીના તલાવડી વિસ્તારમાં સ્મશાનભૂમિની બાજુના રહેણાંક વિસ્તારમાં રહેલો સાબિર ઉર્ફે સલિમ બાપુએ ગત 25 ફેબ્રુઆરીના રોજ એક દલિત મહિલાનું ઘર જલ્દી વેચાઈ જાય એમાટે વિધિ કરવાના બહાને મહિલાને પોતાના ઘરની ઉપરના રૂમમાં વિધિના બહાને શારીરિક અડપલા કરી છેડતી કરી હતી.

જે બાબતે બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપતા સાબિર બાપુ વિરુધ્ધ છેડતી તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો અને લંપટ સાબિરબાપુની પોલીસે ધરપકડ કરી હતી. શનિવારે બપોરે બારડોલી પોલીસે સાબિરને બારડોલી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સાબિરના જામીન ના મંજૂર કરી પોલીસ કસ્ટડીમાં મોકલી દેતા પોલીસે સાબિરને લાજપોરની જેલ હવાલે કર્યો હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...