સુવિધા:માંડવીમાં રૂ. 14 કરોડના ફ્રોઝન સીમેન સેન્ટરનું કામપૂર્ણતા ભણી

માંડવી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ.ગુજરાતનું એક માત્ર સેન્ટર સિંધવઈમાં વિકસી રહ્યું છે

માંડવી નગરને અડીને આવેલ આવેલ સિંધવાઈ ફાર્મના સેંકડો એકરની પડતર જમીનમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા ન્યુ ફ્રોઝન સીમેન સ્ટેશન એટ માંડવી નામે પ્રોજેકટ મંજૂર થયો હતો. જેની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે ત્યારે સ્થાનિકોમાં રોજગારીની ટકોની આશા જાગી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં એક માત્ર પ્રોજેકટથી માંડવી આધુનિક તંદુરસ્ત પશુઓની ઓલાદના વીર્ય કલેક્શન સેંટરથી પ્રસિધ્ધ થશે પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરને અડીને આવેલ સિંધવઈ ફાર્મની સેંકડો એકર જમીન દિનપ્રતિદિન બંજર હાલતમાં ફેરવાઇ હતી ત્યારે 2017 ની સાલમાં સિંધવાઈ ફાર્મમાં ન્યુ ફ્રોઝન સીમેન સ્ટેશન નામે પ્રોજેકટનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેકટમાં સારી ઓલાદના આખલાઓ અને પાડાઓ રાખવામા આવશે અને તેનું વીર્ય કલેક્શન કરી ગુજરાતભરમાં વિતરણ કરી રાજ્યના પશુપાલકોને તંદુરસ્ત અને ગુણવત્તા યુક્ત પશુ ઓલાદ માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. સિંધવાઈ ફાર્મની વિશાળ જગ્યામાં પથરાયેલા પ્રોજેક્ટની મહદઅંશે કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. માત્ર લેબોરેટરીમાં પાટિશન સહિતનું સ્પેસિયલ કેટેગરીનું જ કામ બાકી રહ્યું છે ત્યારે ટૂક સમયમાં જ આ કામગીરી પૂર્ણ થતાં માંડવી નજીક સિંધવાઈ ફામમાં સારી ઓલાદના વીર્ય કલેક્શન સેન્ટરનો શુભારંભ થતાં માંડવીની એક નવી ઓળખ ઊભી થશે ચર્ચા મુજબ આખા ભારતમાં આ પ્રકારના માત્ર 26 જેટલા સેન્ટરો જ છે.

અન્ય સમાચારો પણ છે...