33માં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન:બારડોલીનાં સુરતી જકાતનાકા ખાતે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરાયું; લોકો સુરક્ષિત રહે તે માટે 200થી વધુ સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવ્યા

બારડોલી19 દિવસ પહેલા

ટ્રાફિક પોલીસ દ્વારા 33માં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિનો પર્વ પણ હોય સુરત જિલ્લાના બારડોલી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા પતંગના દોરાથી બચવા માટે વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવ્યા હતા.અને સાથે ગુલાબ પુષ્પ આપી સમજ આપવામાં આવી હતી.

વાહન વ્યવહાર અધિકારીની કચેરી અંતર્ગત દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સુરત જિલ્લાના વડા મથક ગણાતા બારડોલી ખાતે પણ બારડોલી પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા 33 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.બારડોલીના સુરતી જકાતનાકા નજીક નાયબ પોલીસ અધિક્ષક, બારડોલી પી.આઈ એન.એમ. પ્રજાપતિ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ રૂપ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બારડોલી પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીથી બચવા માટે વાહન ચાલકોને 200 થી વધુ સેફટી બેલ્ટોને ગળામાં બાંધવામાં આવ્યા હતા.સાથેજ ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવાને બદલે ગુલાબનું ફૂલ આપીને લોકોને ટ્રાફિકના નિયમો અંગે વાહન ચાલકોને સમજ પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...