તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને ભય:બાબેન મોતા રોડ પર ખેતરોમાં વીજ લાઇન નમી પડતાં ખેડૂતોને માથે જોખમ

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાબેન મોતા રોડ પર આવેલા ખેતરમાં વીજલાઇન નમી જતા ખેડૂતોને હાલાકી. - Divya Bhaskar
બાબેન મોતા રોડ પર આવેલા ખેતરમાં વીજલાઇન નમી જતા ખેડૂતોને હાલાકી.

બારડોલી તાલુકામાં નાગેશ્વર મહાદેવ મંદિરથી ખરવાસા તરફ જતાં રસ્તા પરથી પસાર થતી વીજ કંપની એગ્રીકલ્ચર લાઇનના તાર નમી જતાં દુર્ઘટના થવાની શક્યતાને લીધે ખેડૂતો હાલાકી અનુભવી રહ્યા છે.પોતાના ખેતરમાંથી પાક વાહન કરતી વખતે વીજતાર વાહનને અડી જાય એટલા નીચા થવા છતાં વીજકંપની કોઈ કાર્યવાહી ન કરાતા મોટી દુર્ઘટના થવાની સંભાવના નકારી શકાતી નથી.

નાગેશ્વર મંદિરથી ખરવાસા તરફ જતાં માર્ગ પર ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન ઝુલાની જેમ પડતાં ખેડૂતોએ વીજ કંપનીને આ સમસ્યા અંગે જાણ કરી હતી. જોકે, હજી સુધી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી. તો પવનમાં બે તાર અડી જાય તો શોર્ટ સર્કિટ થવાનો ભય છે અને શેરડી પકવતા ખેડૂતોનો પાક તૈયાર થઈ જાય અને વીજ તારમાથી શોર્ટ સર્કિટના લીધે તણખા પડે તો પાક બળી જવાનો ભય છે ત્યારે વીજ લાઇનના તાર ખેંચાવી લાઇન ઊંચી કરે એવી ખેડૂતોની માંગ ઉઠી છે.

વીજ લાઇન ખેંચાવી સમસ્યા દૂર કરાશે
નાગેશ્વર મંદિરથી ખરવાસા તરફ જતાં માર્ગ પર આવેલા ખેતરોમાંથી પસાર થતી એગ્રીકલ્ચર વીજ લાઇન નમી ગઈ હોય તો તાત્કાલિક તપાસ કરી વીજ લાઇન ખેંચાવી સમસ્યા દૂર કરાશે. > પી. એન. રાઠોડ, ડેપ્યુટી ઇજનેર વીજ કંપની બારડોલી ગ્રામ્ય

અન્ય સમાચારો પણ છે...