તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાતની ચિંતા વધી:ડીઝલનો ભાવ વધવાને લીધે ખેડાણ પણ મોંઘુ થયું

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાતર, બિયારણ બાદ હવે ડીઝલના ભાવમાં સતત વધારાથી મુશ્કેલી વધી

સુરત જિલ્લામાં નાના ખેડૂતોને ખેત ઉત્પાદન મેળવવું મોઘું થયું છે, જ્યારે ખેત ઉત્પાદનના ભાવો યથાવત રહેતા ખેડૂતોને આવકમાં ઘટાડો થતાં આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ડિઝલના ભાવોમાં સતત વધારો થતાં ખેડ માટે વપરાતા ટ્રેક્ટરના ભાડામાં પણ માર્ચ માસથી વધારો નોંધાયો છે. ત્યારે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓમાં થયેલા તોતિંગ ભાવ વધારા બાદ હવે ટ્રેક્ટર દ્વારા થતી ખેડમાં વીઘે અંદાજે 3 હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે. જેથી ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન બન્યું છે. તો બીજી તરફ ખેત ઉત્પાદનોના ભાવમાં વધારો ન થતાં ખેડૂતોની આવકમાં ઘટાડો થતાં જિલ્લાના ખેડૂતોને ડિઝલના ભાવ વધારાથી ખેતીમાં આર્થિક નુકશાન થવાની શક્યતા છે.

હાલમાં જ ખાતરના ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી રહ્યા હતા અને તેમાજ પડતાં પર પાટુ સમાન હવે ડિઝલના વધતાં ભાવોને લેધે ટ્રેક્ટર ભાડે ફેરવી નાનાખેડૂતોને ખેડ કરી આપતા સંચાલકોએ પણ ગત માર્ચ માસથી ભાડામાં ભાવ વધારો કરી દીધો છે. જેને લઈ ખેડૂતોને આર્થિક નુકશાન થઈ રહ્યું છે અને ખેડૂતો આ ભાવ વધારો વહેલી તકે ઘટે અથવા ખેત ઉત્પાદનોના ભાવમાં વધારો થાય સરકાર યોગ્ય ટેકાના ભાવ નક્કી કરે એવી માંગ કરી રહ્યા છે. પોતે ટ્રેક્ટર રાખી ખેતી કરતાં જિલ્લાના મોટા ખેડૂતોને ડિઝલના ભાવમાં ધરખમ વધારો થતાં આર્થિક નુકશાની ભોગવી રહ્યા છે.

માર્ચ માસ અગાઉ ખેડૂતોને ખેતી માટેની એક વીંઘાની ક્યારી તૈયાર કરવામાં અંદાજે 5 હજારનો ખર્ચ થતો હતો. જે હાલ 8 હજારથી પણ વધી જતાં ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. જેને લઈ જિલ્લાના ખેડૂતોને આર્થિક બોજો વધતાં હાલત ગંભીર બની છે.

સરકાર નિયંત્રણ લાવે એવી ખેડૂતોની માંગ છે
હાલનપોસાણક્ષમ ભાવો મળતા નથી અને ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થાય છે સામે આવક ઘટી રહી છે. સિઝન દરમિયાન કમોસમી વરસાદને લીધે પણ ખેતી પાકને ઘણું નુકશાન ગયું છે અને વધુમાં ડિઝલના ભાવ વધારાને લીધે ખેડ મોંઘી થતાં હવે ખેડૂતોને માથે વધુ બર્ડન આવ્યું છે ત્યારે ડિઝલના ભાવ પર સરકાર નિયંત્રણ લાવે એવી ખેડૂતોની માંગ છે.> અનિલભાઈ પટેલ મહુવા, ખેડૂત

માર્ચથી ભાવમાં સતત વધારો
ગત માર્ચ મહિનાથી ડિઝલના ભાવમાં સતત થઇ રહેલા વધારાને કારણે ખેડાણના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. જેને કારણે ખેતી પર આર્થિક ભારણ વધ્યું છે.

ખેડ માટે 1 વીઘામાં થતાં ખર્ચની અગાઉના ભાવ સાથે સરખામણી

ખેડ

અગાઉના ભાવ

હાલનાભાવતફાવત
કલ્ટીવેટર7001200500
પ્લાવ11001500400
રોટોવેટર10001500500
અન્ય સમાચારો પણ છે...