ગુનેગારને શોધવા કવાયત:વડોલી પાસે પેટ્રોલિયમ લાઈનમાં ચેડા કરનારાની માહિતી આપનારને ઈનામ

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં પાઇપલાઇનમાં લિકેજ કરી લાખોનું પેટ્રોલ-ડિઝલ ચોરાયું હતું
  • ઘટના બાદ હવે પાઇપલાઇનની સુરક્ષા માટે અદ્યતન સિસ્ટમ્સ ઊભી કરશે

સુરત જિલ્લાના કિમ પાસે વડોલીગામમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહન કરતી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની ભૂગર્ભ પાઈપલાઈન સાથે તાજેતરમાં છેડછાડ કરવાનો પ્રયાસ થયો હતો. વડોલીની આ ઘટના બાદ સ્થાનિક પોલીસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, અને દોષિતો સામે સખ્ત કેદની સજા થાય એ માટે સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો વિશે માહિતી આપનાર કોઈપણ વ્યક્તિને યોગ્ય પુરસ્કાર આપવાની જાહેરાત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.એ કરી છે.

ઈન્ડિયન ઓઈલની સુરત જિલ્લાના કેટલાક ગામોમાંથી ભૂગર્ભ પાઈપલાઈન આવેલી છે, જે ઉચ્ચ દબાણ હેઠળ અસ્થિર પ્રવાહી ઉત્પાદનોનું વહન કરે છે. અસામાજિક તત્વો દ્વારા પાઈપલાઈન સાથે છેડછાડ કરવાના પ્રયાસોથી ઉત્પાદન લીક થવાં સાથે આગ લાગી શકે છે, પરિણામે પર્યાવરણને વ્યાપક નુકસાન થઈ શકે છે. પાઈપલાઈનને નુકસાન પહોંચાડવાની ઘટનાઓને નિષ્ફળ બનાવવા માટે ઈન્ડિયન ઓઈલે હવે પાઈપલાઈનની છેડછાડ પર દેખરેખ રાખવા માટે અદ્યતન તકનિકી સિસ્ટમો ઊભી કરી છે. વડોલી ગામમાં પાઈપલાઈન સાથે ચેડા કરવાનો પ્રયાસ ટેકનોલોજી દ્વારા સમયસર શોધી કાઢવામાં આવ્યો છે.

ઘૂસણખોરીના ચોક્કસ સ્થાનને પિન-પોઈન્ટ કરીને, પાઈપલાઈનને થયેલા નુકસાનને ઓળખી શકાય છે અને તે ભયજનક બને એ પહેલા દુરસ્ત કરી શકાય છે. ભૂગર્ભ પાઈપલાઈનને નુકસાન પહોંચાડવાના આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે અદ્યતન ટેકનોલોજી અને માનવ સંસાધનની જમાવટ ઉપરાંત, ઈન્ડિયન ઓઈલ તેની ભૂગર્ભ પાઈપલાઈન સાથે છેડછાડ કરતા અસામાજિક તત્વોની માહિતી આપનાર જાગૃત્ત નાગરિકોને ઇન્ડિયન ઓઈલ દ્વારા પુરસ્કાર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...